આજની બદલાતી લાઈફસ્ટાઈલ, માનસિક તણાવ, ખોટો આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવા અને ખોડો થવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. નાની ઉંમરે જ વાળ પાતળા થવા કે ખરવાને કારણે લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. મોંઘા શેમ્પૂ અને ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. પરંતુ, શું તમે જાણો છો કે તમારા રસોડામાં હાજર એક સાધારણ વસ્તુ જો નાળિયેર તેલમાં ભેળવીને લગાવવામાં આવે, તો વાળની કાયાપલટ થઈ શકે છે?
નાળિયેર તેલમાં મેળવો ‘કપૂર’: વાળ માટે વરદાન
વાળની અનેક સમસ્યાઓના રામબાણ ઈલાજ તરીકે કપૂર અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. કપૂરમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે સ્કેલ્પમાં થતી ખંજવાળ, બળતરા અને ખોડાને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને વાળ ખરતા અટકે છે.
કેવી રીતે બનાવશો મેજિક હેર ઓઈલ?
સામગ્રી: 2-3 ચમચી નાળિયેર તેલ અને 1 નાની કપૂરની ગોળી.
રીત: નાળિયેર તેલને થોડું ગરમ કરી તેમાં કપૂરનો પાવડર મિક્સ કરો.
ઉપયોગ: તેલ ઠંડુ થાય એટલે હળવા હાથે સ્કેલ્પમાં મસાજ કરો. ૩૦ થી ૬૦ મિનિટ સુધી રહેવા દઈને હળવા શેમ્પૂથી વાળ ધોઈ લો. (નોંધ: લગાવતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો).
ડુંગળીનો રસ અને નાળિયેર તેલ: કુદરતી કોલેજન બૂસ્ટર
રિપોર્ટ અનુસાર, ડુંગળીમાં રહેલું સલ્ફર વાળ માટે વરદાન સમાન છે. તે કોલેજન પ્રોડક્શનને વધારે છે, જેનાથી નવા વાળ ઉગવામાં મદદ મળે છે અને હેર ગ્રોથ ઝડપી બને છે.
ડુંગળીનું તેલ બનાવવાની રીત:
2-3 ચમચી નાળિયેર તેલમાં 1-2 ચમચી ડુંગળીનો તાજો રસ ઉમેરો. આ મિશ્રણને વાળના મૂળમાં લગાવી બરાબર મસાજ કરો. ડુંગળીનો રસ લગાવ્યો હોય ત્યારે તેને આખી રાત ન છોડતા, સ્નાન કરવાના ૧ કલાક પહેલા લગાવો અને પછી શેમ્પૂ કરી લો.
ફાયદા
ખોડાથી મુક્તિ: સ્કેલ્પનું ઇન્ફેક્શન દૂર થાય છે.
લાંબા અને ઘટ્ટ વાળ: વાળની લંબાઈ અને મજબૂતી વધે છે.
નેચરલ શાઈન: તેલના પોષણથી વાળ રેશમી અને ચમકદાર બને છે.
આ પણ વાંચોઃકંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો બનાવો ગ્રીન ચિલી ફ્રાય, જાણો રેસીપી


