1. Home
  2. ગુજરાતી
  3. મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી
મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

0
Social Share

લખનૌ, 14 જાન્યુઆરી 2026: મકરસંક્રાતિ પર્વ પર ગંગાસાગરમાં આજે બુધવારે સવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવીને પુણ્ય એકત્ર કર્યું હતું. ત્રેતા યુગમાં સ્વર્ગથી ઉતરીને ગંગાએ સાગર તટ પર સ્થિત કપિલ મુનિના આશ્રમ પાસે ભસ્મ થયેલા રાજા સગરના 60 હજાર પુત્રોને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો હતો. આ જ શુભ મૂહૂર્તમાં વર્ષોથી ગંગાસાગર સ્નાનની પરંપરા છે.

પુણ્ય સ્નાનના શુભ મુહૂર્તમાં દેશ-દુનિયાથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગાસાગર ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી પરંતુ એક અંદાજ પ્રમાણે 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવી છે.

આ પણ વાંચોઃ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદના ઘરે આગ લાગી

કપિલ મુનિ આશ્રમના મહંત જ્ઞાન દાસએ જણાવ્યું હતું કે, બુધવારે રાતના 9.19 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ પુણ્ય સ્નાનની શરૂઆત થશે અને આ ગુરુવારે બપોરના 1.20 કલાક સુધી ચાલુ રહેશે. આમ ગુરુવારે સવારથી મકર સંક્રાતિનું પુણ્ય સ્નાન વધારે થશે.

શ્રદ્ધાળુઓએ બુધવારે સવારે 6 કલાકથી જ ગંગા-સાગર સંગમ પર સ્નનો પ્રારંભ કર્યો હતો. સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. બંદોબસ્ત વચ્ચે સવાર પડતાની સાથે જ શ્રદ્ધાળુઓ પોત-પોતાના શિબિરથી નીકળીને સંગમ તટ પર પહોંચ્યા હતા અને ગંગા અને સાગરના મિલન સ્થળ પર આસ્થાની ડુબકી લગાવી હતી. પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમ ગાર્ડની સાથે સાથે નૌસેના સહિત 10 હજારથી વધારે જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓના મતે લગભગ 30 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસાગર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code