ન્યાયમૂર્તિ યશવંત વર્માને ફટકોઃ મહાભિયોગ સમિતિની રચનામાં કશું ખોટું નથી
- સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની મહાભિયોગ તપાસ સમિતિને લીલી ઝંડી આપી
નવી દિલ્હી, 16 જાન્યુઆરી, 2026: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તેમની વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી મહાભિયોગ (Impeachment) પ્રક્રિયા માટે રચાયેલી તપાસ સમિતિની બંધારણીયતાને પડકારી હતી.
સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયમૂર્તિની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે તપાસ સમિતિની રચના કોઈ પણ પ્રકારે ‘ગેરકાયદે’ જણાતી નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ આ સમિતિ બનાવવામાં આવી છે, તેથી તેમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી.
જસ્ટિસ યશવંત વર્માએ તેમની અરજીમાં દલીલ કરી હતી કે આ તપાસ સમિતિની રચના યોગ્ય રીતે કરવામાં આવી નથી અને તે સ્થાપિત કાયદાકીય પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરે છે. તેમણે આ સમિતિની કાર્યવાહી પર સ્ટે મૂકવાની માંગ કરી હતી.
BREAKING: Supreme Court declined to interfere with the Speaker’s decision to admit a motion for Justice Yashwant Varma’s removal and to set up an inquiry committee under the Judges (Inquiry) Act, 1968@SukritiMishra12 reports
Read more: https://t.co/SxbgmvbhpO pic.twitter.com/e3FB9SK4Jv
— LawBeat (@LawBeatInd) January 16, 2026
મહાભિયોગ પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રમાં જજ વિરુદ્ધ ગંભીર આક્ષેપો હોય ત્યારે સંસદ દ્વારા મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે એક તપાસ સમિતિ બનાવવામાં આવે છે, જે આરોપોની સત્યતાની તપાસ કરે છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધની તપાસનો માર્ગ મોકળો થયો છે. ન્યાયતંત્રની પારદર્શિતા અને જવાબદારી જાળવી રાખવા માટે આ પ્રકારની તપાસ પ્રક્રિયાઓનું પાલન કરવું અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.


