Homeગુજરાતીદેશ-વિદેશએક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરતે દીપક, સૌરભ અને આશુતોષ રાંકા મુક્ત,...

એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરતે દીપક, સૌરભ અને આશુતોષ રાંકા મુક્ત, દિલ્હી કોર્ટનો આદેશ

નવી દિલ્હી, 11 ઓક્ટોબર 2026: કોર્ટે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નેતાઓ અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રંકાને મુક્ત કર્યા છે. મેજિસ્ટ્રેટે આ ત્રણેયને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, અભિજીત દિપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસની BNSSની કલમ 126/170 હેઠળ અટકાયતી ધરપકડ કરવામાં આવી હતી. તમામ જરૂરી કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને તેમને 11 ઓક્ટોબર, 2026ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત SEM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

શાંતિ અને સદ્‌વર્તન જાળવવાની ખાતરી માટે એક વર્ષના સમયગાળા માટે 50,000નો જામીન-બંધ (surety bond) રજૂ કરવામાં આવ્યો અને SEM કોર્ટે તેમને મુક્ત કર્યા.

દિલ્હી એરપોર્ટ પર અટકાયત

10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન અગાઉ, દિલ્હી પોલીસે શનિવારે IGI એરપોર્ટ પર CJPના ત્રણ વરિષ્ઠ નેતાઓ અભિજીત દીપકે, આશુતોષ રંકા અને સૌરવ દાસની અટકાયત કરી હતી. ત્યારબાદ, દિલ્હી પોલીસે નિવારક પગલાંની જોગવાઈઓ હેઠળ આ ત્રણેય નેતાઓની ધરપકડ કરી હતી. રવિવારે પોલીસે તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જેમણે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

BNSS ની કલમ હેઠળ લેવાયેલી કાર્યવાહી

સૂત્રોના જણાવ્યા અનુસાર, BNSSની કલમ 126 (શાંતિ જાળવવા માટેની સુરક્ષા) અને કલમ 170 (સંજ્ઞેય ગુનાઓ અટકાવવા માટે ધરપકડ) હેઠળ CJPના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શનિવારે દિલ્હી પોલીસે વિવિધ સ્થળોએ 7,000થી વધુ પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા હતા અને તેમને જંતર-મંતર પહોંચતા રોક્યા હતા.

વધુ વાંચો: CJPના પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટનો પોલીસને આદેશ, ‘દિલ્હીના તમામ બેરિકેડ્સ તાત્કાલિક હટાવો!’

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular