1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 11 દિવસમાં 1.50 રૂપિયાનો વધારો
પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 11 દિવસમાં 1.50 રૂપિયાનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 11 દિવસમાં 1.50 રૂપિયાનો વધારો

0
Social Share
  • દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે
  • છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 1.50 રૂપિયા સુધીનો વધારો
  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા 11 દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. છેલ્લા 11 દિવસમાં ઇંધણની કિંમત અંદાજે 1.50 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી ગઇ છે., ઓઇલ કંપનીઓ ભાવ સતત વધારી રહી છે તેના કારણે દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 72.65 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડા બાદ લોકો રાહતની આશા રાખી રહ્યા હતા. પરંતુ લોકોને કેન્દ્ર સરકારે આંચકો આપ્યો હતો. સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી. આ પહેલા વર્ષ 2014માં પેટ્રોલ પર ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડિઝલ પર 3.56 રૂપિયા હતો. નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે તેમાં 9 વાર વધારો કર્યો.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
દિલ્હી- પેટ્રોલ 82.49 રૂપિયા અને ડીઝલ 72.65 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 89.16 રૂપિયા અને ડીઝલ 79.22 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 84.02 રૂપિયા અને ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 78.06 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ આ રીતે કરો ચેક

પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code