
- હવે વિશ્વમાં નવા વાયરસનો કહેર
- કોરોના કરતા ઝડપથી ફેલાશે આ બીમારી
- ઇબોલાની શોધ કરનાર ડોકટરે આપી ચેતવણી
દિલ્લી: ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસથી સમગ્ર વિશ્વના લોકોનું જીવન નરક થઈ ગયું છે. આ વાયરસે તમામ દેશને પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વેક્સીનના આગમન બાદ લોકોને થોડી આશા છે કે, જીવન પહેલાની જેમ સામાન્ય થઇ જશે. આ વચ્ચે વિશ્વ માટે ફરીથી ખતરાની ઘંટડી વાગી છે. ઇબોલાની શોધ કરનારા ડો. જીન જૈક્સ મુએનબ તામફમે એક ચેતવણી જારી કરી છે. ડો. તામફમના મતે ‘ડિસીઝ-એક્સ’ વધુ જીવલેણ છે.
‘ડિસીઝ-એક્સ’નામની આ બીમારી કોરોના કરતા ઝડપથી ફેલાય છે. ઇબોલા કરતા મૃત્યુનો આંક 50 થી 90% વધારે હોઈ શકે છે. ડો. તામફમે કહ્યું કે,’આજે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં નવા વાયરસ સામે આવશે. આ વાયરસ દરેક બાબતમાં માનવતા માટે જોખમી બનશે. એવામાં ભવિષ્યમાં આવનારી મહામારી કોરોના વાયરસ કરતા વધુ જોખમી હશે અને વધુ તબાહી મચાવશે.
‘ડિસીઝ-એક્સ’નામની આ બીમારી વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળે છે. અને તેનાથી પીડિત ઘણા દર્દીઓ કાંગોમાં જોવા મળ્યા છે. ડો.જીને વર્ષ 1976માં ઇબોલા વાયરસની શોધ કરી હતી. કાંગોના ઇગેંડેમાં એક મહિલા દર્દીને લોહી નીકળવાની સાથે તાવના લક્ષણો પણ જોવા મળ્યા છે. જ્યારે આ દર્દી માટે ઇબોલાની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે નેગેટીવ આવી હતી. ડોક્ટરોને ડર છે કે, આ ‘ડિસીઝ-એક્સ’નો પ્રથમ દર્દી છે. તેઓ કોરોના કરતા વધુ ઝડપથી નવા વાયરસ ફેલાવી શકે છે. જ્યારે તેનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઇબોલા કરતા 50 થી 90 ટકા વધારે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુજબ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘ડિસીઝ-એક્સ’ મહામારી એ વર્તમાન યુગમાં એક પૂર્વધારણા છે, પરંતુ જો તે ફેલાશે તો તે આખી દુનિયામાં ભારે વિનાશનું કારણ બનશે. તેને વિશ્વભરમાં ફેલાતા અટકાવવામાં ઘણી સમસ્યાઓ ઉભી થશે. જ્યારે ઇબોલા વાયરસનું પ્રથમ વખત નિદાન થયું હતું, ત્યારે યામબૂકુ મિશન હોસ્પિટલના 88 ટકા દર્દીઓ અને 80 ટકા કર્મચારીઓના મોત થયા હતા.
-દેવાંશી