
પશ્વિમબંગાળમાં બીજેપી સાંસદ અર્જુન સિંહના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટની ઘટના,રાજ્યપાલે ટ્વિટ કરીને માહિતી આપી
- પશ્વિમબંગાળમાં હિંસાનો માહોલ
- બીજેપી સાંસદના ઘરની બહાર બોમ્બ વડે હુમલો કરવાની ઘટના સામે આવી
- રાજ્યપાલે કાયદા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા
દિલ્હીઃ દેશના રાજ્ય પશ્વિમબંગાળમાં ઘણા સમયથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે,રાજ્યમાં અનેક નેતાઓ પર ઘણા સમયથી હિંસક હુમલાઓની ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે આજે બુધવારની સવારે પણ આવી જ એક ઘટના પશ્વિમ બંગાળમાં બનવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાનની બહાર બુધવારે સવારે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે.આ ઘટનાને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે.ત્યારે આ મામલે ટ્વિટ કરીને રાજ્યપાલ દ્રારા માહિતી આપવામાં આવી છે.
Wanton violence in WB shows no sign of abating.
Bomb explosions as this morning outside residence of Member Parliament @ArjunsinghWB is worrisome on law and order.
Expect prompt action @WBPolice. As regards his security the issue has been earlier been flagged @MamataOfficial.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) September 8, 2021
આ ઘટનાને પગલે રાજ્યપાલ જગદીપ ધનખરે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે પશ્ચિમ બંગાળમાં હિંસક હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. આજે સવારે સાંસદના નિવાસસ્થાનની બહાર બોમ્બ વિસ્ફોટ ચિંતાનો વિષય છે અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરી રહી છે. હું આ મામલે ઝડપી કાર્યવાહીની અપેક્ષા રાખું છું. જ્યાં સુધી અર્જુન સિંહની સુરક્ષાની વાત છે, આ મુદ્દો આ પહેલા પણ ઉઠાવવામાં આવ્યો છે