
- સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત કરાશે,
- 224 પૂર્વ રજવાડાના વારસદારોને અપાયું આમંત્રણ,
- મંચના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહની વરણી કરાશે
અમદાવાદઃ શહેરમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન આગામી તા, 20મીને શુક્રવારે યોજાશે, આ સંમેલનમાં પૂર્વ રજવાડાઓના વારસદારોને આમંત્રણ અપાયું છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈપણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં, માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટે તમામ ક્ષત્રિય સમાજના રાજકીયથી લઈ વિવિધ ક્ષેત્રોમાં નામના ધરાવતા લોકો જોડાશે. 5000થી વધારે લોકો આ સંમેલનમાં હાજર રહે તેવી શક્યતા છે. આ સેમંલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે.
અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત ભવન ખાતે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતનાં તમામ રાજા-રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજાશે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહાસંગઠન બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં લોકશાહી સ્થાપવા ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છતાં પણ આજે આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય સહિતના ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નહીં હોવાનું સમાજનું માનવું છે. આ માટે હવે સમગ્ર સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી સંગઠન રચના કરવામાં આવશે.. જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે. આ સંમેલનમાં “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ”ની જાહેરાત થશે.
રાજપુત વિદ્યાસભાના પ્રમુખના કહેવા મુજબ દેશને એક કરવા માટે ક્ષત્રિય રાજાઓએ પોતાનાં રાજા-રજવાડાં દાનમાં આપી દીધાં હતાં. ગુજરાતમાં 225થી વધારે રાજા-રજવાડાઓ અને ક્ષત્રિય સમાજની અનેક સંસ્થાઓ છે. ક્ષત્રિય સમાજ હાલ અલગ અલગ વાડાઓમાં સંકળાયેલો છે. ક્ષત્રિય સમાજને એક કરવા અને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી મહાસંગઠન બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગોતા ખાતે આવેલા સ્વ. હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત ભવન ખાતે 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતનાં તમામ રાજા-રજવાડાઓના મહારાજા તેમજ ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનોનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં રાજા-રજવાડાઓથી લઇ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ક્ષત્રિયોને સંગઠિત હવે થવાની જરૂરિયાત છે. “સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ” નામના સંગઠનની જાહેરાત કરવામાં આવશે જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજ સિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા-રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે અને સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે.