
વોટ્સએપ પર ભૂલથી મેસેજ ડિલીટ થઈ ગયો છે?અને તે અગત્યનો હતો,તો ચિંતા કરવાની જરૂર નથી,આ રીતે મેળવી શકશો મેસેજને પરત
વોટ્સએપ યુઝર્સના અનુભવને વધુ સારું બનાવવા માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. એપ્લિકેશને તેના પ્લેટફોર્મમાં એક નવું ફીચર ઉમેર્યું છે.તેની મદદથી યુઝર્સ ભૂલથી ડિલીટ થયેલા વોટ્સએપ મેસેજને સરળતાથી પરત મેળવી શકે છે.તમને WhatsApp પર મેસેજ ડિલીટ કરવા સંબંધિત ઘણા વિકલ્પો મળે છે.
આમાંના એક ફીચરની મદદથી યુઝર્સ મોકલેલા મેસેજને તેમના અને રીસીવરના બંને ડિવાઈસ પરથી ડિલીટ કરી શકે છે.આ ફીચરને ડીલીટ ફોર એવરીવન નામ આપવામાં આવ્યું છે. જોકે, ઘણી વખત યુઝર્સ આકસ્મિક રીતે Delete for Me કરી દે છે. એટલે કે આ મેસેજ યુઝર્સના ફોનમાંથી જ ડિલીટ થશે અને રીસીવર તેને વાંચી શકશે. હવે યુઝર્સ આવા મેસેજ પાછા લાવી શકે છે. આ માટે તેમણે માત્ર એક બટન પર ક્લિક કરવાનું રહેશે.
ડિલીટ થયેલા વોટ્સએપ મેસેજને પાછા લાવવા માટે યુઝર્સે અનડુ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાથી આકસ્મિક રીતે ડિલીટ થયેલો મેસેજ પાછો આવશે. વોટ્સએપે તેને Accidental delete ફીચર નામ આપ્યું છે.
જો કે, એવું નથી કે તમે કલાકો પહેલા ડિલીટ કરેલા મેસેજને પૂર્વવત્ કરી શકશો. તેના બદલે, તમને આ માટે માત્ર થોડી સેકંડ મળશે. યુઝર્સ 5 સેકન્ડની અંદર ડિલીટ થયેલા મેસેજને પાછા લાવી શકે છે.
જેમ યુઝર્સ કોઈ મેસેજને ભૂલથી ડીલીટ ફોર મી કરશે,તો તેને એક નાની વિન્ડો દેખાશે. આમાં યુઝર્સને મેસેજ ડિલીટ ફોર મીનો મેસેજ દેખાશે.આ સાથે યુઝર્સને અનડુ બટન પણ જોવા મળશે.જો તમે Undo પર ક્લિક કરો છો, તો મેસેજ પાછા દેખાશે.