1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર, હવે એક સાથે 25 લોકો સાથે કરી શકાશે વાત
ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર, હવે એક સાથે 25 લોકો સાથે કરી શકાશે વાત

ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર, હવે એક સાથે 25 લોકો સાથે કરી શકાશે વાત

0
Social Share
  • ગૂગલ મીટમાં સામેલ થયું નવું ફીચર
  • હવે એકસાથે 25 લોકો સાથે કરી શકાશે વાત

ગૂગલ મીટ યુઝર્સ હવે મીટીંગમાં વધુ માં વધુ 25 લોકોને એક સાથે હોસ્ટ કરવા માટે જોડી શકે છે. ફીચર હેઠળ, તેમની સ્ક્રીન કોણ શેર કરી શકે છે, ચેટ મેસેજ મોકલી શકે છે, બધા યુઝર્સને મ્યૂટ કરી શકે છે અને મીટિંગ્સ સમાપ્ત કરી શકે છે તે મર્યાદિત કરવું શક્ય બનશે. ગૂગલે કહ્યું કે, તે તેની વિડીયો ચેટ એપ મીટમાં ઘણી સુવિધાઓ સાથે મીટિંગ મધ્યસ્થતા નિયંત્રણને વિસ્તૃત કરી રહ્યું છે.

કંપનીએ એક અપડેટમાં જણાવ્યું હતું કે, હવે તમે દરેક મીટિંગમાં 25 કો-હોસ્ટને અસાઇન કરવામાં સક્ષમ હશો, જેનાથી તેઓને યજમાન નિયંત્રણોનો વધુ ઉપયોગ કરવાની અનુમતિ મળી જશે. અગાઉ, આ સલામતી સુવિધા માત્ર ‘ક્વિક એક્સેસ’ Google Workspace for Education ગ્રાહકો માટે ઉપલબ્ધ હતી. આ નિયંત્રણો હવે તમામ Google Meet યુઝર્સ માટે ડેસ્કટોપ અને મોબાઇલ પર ઉપલબ્ધ રહેશે.

ફાસ્ટ એક્સેસ કંટ્રોલ ડીફોલ્ટ રૂપથી ચાલુ રહેશે. જ્યારે ફાસ્ટ એક્સેસ સક્ષમ થાય છે, ત્યારે તમારા ડોમેનમાં પાર્ટીસિપેંટને મળવા માટે મોબિલ અથવા ડેસ્કટોપ ડિવાઇસથી મીટીંગમાં આપમેળે જોડાઇ શકાય છે. એડમિન માટે, આગામી સપ્તાહમાં, Google એક સેટિંગ રજૂ કરશે જે નિયંત્રિત કરે છે કે, હોસ્ટ મેનેજમેન્ટ સેટિંગ ડિફોલ્ટ રૂપે ચાલુ અથવા બંધ રહેશે કે નહીં

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code