1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરના મડાણા ડાંગીયા નજીક પુરફાટ ઝડપે આવેલી કારે ત્રણ લોકોને લીધા અડફેટે, બેનાં મોત
પાલનપુરના મડાણા ડાંગીયા નજીક પુરફાટ ઝડપે આવેલી કારે ત્રણ લોકોને લીધા અડફેટે, બેનાં મોત

પાલનપુરના મડાણા ડાંગીયા નજીક પુરફાટ ઝડપે આવેલી કારે ત્રણ લોકોને લીધા અડફેટે, બેનાં મોત

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુરના મડાણા ડાંગીયા પાસે સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવેલી કારે રોડ સાઈડ પર ઊભેલા ત્રણ લોકોને અડફેટે લેતા ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવને લીધી આજુબાજુના લોકો દાડી આવ્યા હતા. અને પોલીસ અને 108ને જાણ કરી હતી. અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેના મોત નિપજ્યા હતા.જ્યારે એક વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  પાલનપુર તાલુકાના મડાણા ડાંગીયા નજીક એક કાર ચાલકે ત્રણ લોકોને ટક્કર મારતા જેમાંથી બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત અતિ ગંભીર થતા તેમને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના બનાવમાં પોલીસે કારચાલક સામે ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  દાંતીવાડાના વાઘરોલ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક હુન્ડાઈ વરના કારે રોડ સાઈડ પર ઉભેલા ત્રણ લોકોને ટક્કર મારી હતી. જેથી ત્રણેય વ્યક્તિઓ અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિક લોકો દ્વારા ઈજાગ્રસ્તોને ચંડીસત ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અકસ્માતના કારણે પ્રધાનજી સ્વરૂપજી માઢવાતર અને ચેનજીજી હીરાજી માઢવાતર બંને રહે મડાણા ડાંગીયા ગંભીર ઇજાઓના કારણે બંનેના મૃત્યુ નીપજ્યા હતા. અન્ય એક વ્યક્તિ મહેશજીને વધુ ઇજાઓને લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code