1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈડરના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન
ઈડરના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન

ઈડરના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન

0
Social Share

હિંમતનગર, 3 એપ્રિલ 2026: સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 એપ્રિલના શનિવારના રોજ સવારે 9.30 કલાકે નવા સંકુલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. અનન્તશ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય શાંતિગીરીજી મહારાજશ્રી, પૂજ્ય શ્યામસુંદરદાસજી મહારાજશ્રી આશીર્વાદથી આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, રિવાબા જાડેજા, રાજ્યમંત્રી પી.સી.બંરડા, બાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમિલાબેન બારા, રમણભાઈ વોરા, સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણસિંઘ-સાંદુ અને સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગ્રે હાજર રહેશે. તા. 2 એપ્રિલથી શરૂ થયેલા આ ત્રિ-દિવસીય સમારોહમાં વિદ્યાલયના નવા ભવનનું ઉદ્દઘાટન અને ‘દસ મહાવિદ્યા સાધના’-એક અભ્યાસ (શાસ્ત્રી શૈશવ દેસાઈ) નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code