
વિશ્વના સૌથી ઊંચા પહાડ પર 14 લોકોએ ચા ની મજા માણીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- 21,312 ફૂટની ઊંચાઈએ ચા પીવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- ગીનીશ બૂકમાં મેળવ્યું સ્થાન
- ઠંડીમાં વિશઅવના સૌથી ઊંચા પહાડ પર ચાની મજા માણી
દિલ્હીઃ- વિશ્વભરમાં અનેક લોકો અવનવા કાર્ય કરીને મહાનતા પામતા હોય છે સાથે જ નનો રેકોર્ડ ચરચા હોય છે ત્યારે હવે વિશઅવના સૌથી ઊંચા એવરેસ્ટ પર અનેક લોકોએ સાથે મળીને ચા પીવાનો નવો વિક્રમ સર્જ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે માઉન્ટ એવરેસ્ટ પર હાઈએસ્ટ ટી પાર્ટી કરવામાં આવી છે, ચાનાશોખીન દુનિયામાં ઘમા લોકો હોય છે ત્યારે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ લોકો દ્રારા ટી પાર્ટીની ઉજવણી કરવામાં આવી છે. વિશ્વના સૌથી ઉંચા પર્વત પર લોકોએ ટી પાર્ટી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ હાઈએસ્ટ ટી પાર્ટીનો વીડિયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
https://www.instagram.com/guinnessworldrecords/?utm_source=ig_embed&ig_rid=3e03efcd-7532-4cb1-8dda-cc24c005b262
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ હાઇએસ્ટ ટી પાર્ટીનો એક વિડિયોમાં માઉન્ટ એવરેસ્ટ પર આરામથી બેસીને ક્લાઇમ્બર્સ ચાની ચૂસકી લેતા જોવા મળે છે. પર્વત ચઢનારા શોખીનોએ 21,312 ફૂટની ઊંચાઈએ ચાની પાર્ટી યોજી હતી. હાઈએસ્ટ ટી પાર્ટી Hughes દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.
આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાઈએસ્ટ ટી પાર્ટીમાં ટેબલ પર ચાની સાથે નાસ્તો પણ હતો. આરોહીઓએ પણ ચા સાથે મજા માણી હતી. આ પાર્ટીમાં લગભગ 14 લોકોએ હાજરી આપી હતી, જે વીડિયોમાં જોવા મળી રહી છે.