1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અભયમ્ હેલ્પલાઈન મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની, એક વર્ષમાં 1.65 લાખ મહિલાઓને મદદ
અભયમ્ હેલ્પલાઈન મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની, એક વર્ષમાં 1.65 લાખ મહિલાઓને મદદ

અભયમ્ હેલ્પલાઈન મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની, એક વર્ષમાં 1.65 લાખ મહિલાઓને મદદ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ઘરેલું હિંસા સહિત મહિલાઓ પરના અત્યાચારના બનાવો વધતા તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન સહિતની મદદ અને મહિલાલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે માટે રાજ્ય સરકારે ‘મહિલા હેલ્પલાઈન’ની શરૂઆત કરી હતી. શરૂઆતથી મહિલા હેલ્પલાઈન અભિયમને સારોએવો પ્રતિસાદ મળ્યો હતો.વર્ષ 2021 દરમ્યાન 181 ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ 1 લાખ 65 હજાર 964 કરતાં વધુ મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતુ.

રાજ્યના શહેરોમાં જ નહીં પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહિલાઓ અભિયમ હેલ્પલાઈનનો લાભ લેવા લાગી છે. તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને 36 હજાર 279 જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. જ્યારે 23 હજાર 469 જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કર્યો છે. 11 હજાર 79 જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં મહિલાઓ હવે અત્યાચારો સામે અવાજ ઉઠાવતી થઈ છે.અને મહિલાઓ દ્વારા જ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં મહત્વની સેવા સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે.

આ સંદર્ભે જીવીકોના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટેના હેલ્પલાઈનની સેવાને સારો પ્રતિસાદ મલી રહ્યો છે. ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફરંસ દ્વારા સીધુ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code