
અભિષેક બચ્ચને વર્લ્ડ સોશિયલ મીડિયા ડે પ્રસંગે પોતાની જ ક્રિએટીવ મીમ શેયર કરી
મુંબઈઃ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે છે. તેઓ અવર-નવાર ટ્રોલ્સને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી દે છે. વર્લ્ડ સોશિયલ મીડિયા ડેના અવસર પણ તેમણે પોતાની જ એક ક્રિએટિવ મીમ શેયર કરી છે. જેમાં તેમણે સ્ટેન લીની સ્પાઈડરમેન કોમિકના પીટર પાર્કરની આઈકોનિક લાઈન્સને કોટ કરી છે.
ડ્રેક વાળો પોપ્લુટર મીમ સ્ટાઈલમાં અભિષેક બે અલગ-અલગ વસ્તુઓ પર રિએક્ટ કરતા જોવા મળે છે. પહેલામાં તેઓ અફવા અને નેગેટિવ વસ્તુઓને સોશિયલ મીડિયામાં વાયરલ ઉપર રિજેક્ટ કરતા જોવા મળે છે. બીજીમાં સોશિયલ મીડિયાની જાણકારી શેયર કરે છે. જ્ઞાન મેળવવા અને પ્યાર, શાંતિ અને ખુશી ફેલાવાનો માર્ગ બતાવે છે.
તેમણે કેપ્શન લખી છે કે, સોશિયલ મીડિયા પાવરફુલ ટુલ છે. જો કે, યાદ રહે કે તાકાતની સાથે મોટી જવાબદારી પણ આવે છે. આ સાથે તેમણે #WorldSocialMediaDay #SocialMediaDay જેવા હેશટેગ્સ પણ આપ્યાં છે.
અભિષેક બચ્ચને પોસ્ટ શેયર કરી, સુનીલ શેટ્ટી અને અન્ય મહાનુભાવોએ કોમેન્ટ સેક્શનમાં તેમની હ્યુમરની તારીફ કરી છે. પ્રસંશકોએ પણ અભિનેતાના સોશિયલ મીડિયાવાળી વાત ઉપર સહમતી દર્શાવી છે.