1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળમાં રાધિકાપુર એક્સપ્રેસને નડ્યો અકસ્માત, મોટી જાનહાની ટળી
પશ્ચિમ બંગાળમાં રાધિકાપુર એક્સપ્રેસને નડ્યો અકસ્માત, મોટી જાનહાની ટળી

પશ્ચિમ બંગાળમાં રાધિકાપુર એક્સપ્રેસને નડ્યો અકસ્માત, મોટી જાનહાની ટળી

0
Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. ધુલિયાનગંગા રેલવે સ્ટેશન નજીક રાધિકાપુર એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ક્રોસ કરતી ટ્રકને પૂરઝડપે આવતી ટ્રેને ટક્કર મારી હતી. જે બાદ ટ્રેનનું એન્જિન ટ્રક ઉપરથી ઉતરી ગયા બાદ તેમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને લઈને રેલવે વિભાગ પણ દોડતું થઈ ગયું હતું અને સમગ્ર બનાવ અંગે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ટ્રેન અકસ્માતને પગલે રેલવે વ્યવહારને વ્યાપક અસર થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાલમાં રાધિકાપુર એક્સપ્રેસ ટ્રેન એક ટ્રક સાથે અથડાઈ હતી. ધુલિયાનગંગા અને બલ્લાલપુર સ્ટેશન વચ્ચે મધ્ય રાત્રિ બાદ ટ્રેન પાટા પણથી ઉતરી હતી. ટ્રેનનું એન્જીન પાટા ઉપરથી ઉતરતાની સાથે જ આગ લાગી હતી. જેથી એન્જિનને ટ્રેનથી અલગ કરીને આગ બુઝાવવાની કવાયત તેજ કરવામાં આવી હતી. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

પૂર્વ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે,અમને સવારે અકસ્માતની ઘટનાની જાણકારી મળી હતી. રાધિકાપુર એક્સપ્રેસ ટ્રક સાથે અથડાયા બાદ પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ફસાયેલા મુસાફરોને લાવવા માટે વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ તે રૂટ પરની ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code