1. Home
  2. ગુજરાતી
  3. એક્શનથી ભરપુર બાહુબલીના ડાયરેક્ટર આ ફિલ્મ RRR નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
એક્શનથી ભરપુર બાહુબલીના ડાયરેક્ટર આ ફિલ્મ RRR નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

એક્શનથી ભરપુર બાહુબલીના ડાયરેક્ટર આ ફિલ્મ RRR નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

0
Social Share
  • ફિલ્મ આરઆરઆર નું ટ્રેલર રિલીઝ
  • અજય દેવગન અને આલિયાભટ્ટ પણ જોવા મળ્યા
  • ટ્રેલર જોઈને ફેન્સ બોલ્યા બાપ રે બાપ

 

મુંબઈઃ- મોસ્ટ એવોઈટેડ ફિલ્મ આઆરઆરનું ટ્રેલ જોવા દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે રામ ચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગન અને આલિયા ભટ્ટની ફિલ્મ આરઆરઆરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. બાહુબલી ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, અને ફિલ્મના ટ્રેલરે સંકેત આપ્યો છે કે આ વખતે પણ રાજામૌલી કલાકારોની અદભૂત એક્શન, સિક્વન્સ અને અભિનયથી દર્શકોને ચોંકાવા આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે જે મજબૂત ફિલ્મની ઝલક આપે છે.

આઝાદી પૂર્વેના ભારત પર આધારિત, આ ફિલ્મ પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુના યુવા દિવસોની કાલ્પનિક વાર્તા પર છે, જે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત છે. RRR 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code