1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા જ્હોન અબ્રાહમે અપકમિંગ ફિલ્મ ‘તેહરાન’ની ટ્વિટર પર જાહેરાત કરી- રિલીઝ ડેટ પણ જણાવી
અભિનેતા જ્હોન અબ્રાહમે અપકમિંગ ફિલ્મ ‘તેહરાન’ની ટ્વિટર પર જાહેરાત કરી- રિલીઝ ડેટ પણ જણાવી

અભિનેતા જ્હોન અબ્રાહમે અપકમિંગ ફિલ્મ ‘તેહરાન’ની ટ્વિટર પર જાહેરાત કરી- રિલીઝ ડેટ પણ જણાવી

0
Social Share
  • જ્હોન અબ્રાહમે તહેરાન ફિલ્મનું કર્યું એલાન
  • ફિલ્મ 2023 ગણતંત્રના દિવસે થશે રિલીઝ

 

મુંબઈઃ- કોરોનાના કેસો ઓછા થતા અને પ્રતિબંધો હળવા થતા જ બી ટાઉનમાં હવે ફિલ્મોની લાઈનો લાગી રહી છે, એક બાદ એક ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, ત્યારે હને બોલિવૂ અભિનેતા જ્હોન અબ્રાહમે તેની અપકમિંગ ફિલ્મ તેહરાનનું એલના કર્યું છે.

આ ફિલ્મનું નિર્માણ મેડૉક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. અગાઉ મેડોક્સે બદલાપુર, સ્ત્રી, બાલા, મીમી જેવી કેટલીક યાદગાર બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

જ્હોનની આ તહેરાન ફિલ્મ એક્શનથી ભરપૂર થ્રિલર ફિલ્મ હશે. આ પહેલા પણ જ્હોન ઘણી એક્શન ફિલ્મોમાં જોરદાર એક્ટિંગ કરતો જોવા મળ્યો છે. હવે તે ફરીથી તેના ફએવરિટ રોલમાં આવશે, અભિનેતા એ પોતાના સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે.

પોસ્ટર શેર કરતા અભિનેતા એ લખ્યું છે કે, ગણતંત્ર દિવસ 2023 પર એક એક્શન ફિલ્મ માટે તૈયાર રહો. મારી અકપમિંગ થ્રિલર ફિલ્મ છે. તેહરાનના નિર્દેશક અરુણ ગોપાલર છે અને તેમાં જ્હોન મુખ્ય ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે  જ્હોનની આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. તેહરાન સિવાય જ્હોન પાસે બીજી ઘણી મોટી ફિલ્મો છે. આ વર્ષે જ્હોનની 3 મોટી ફિલ્મો રિલીઝ થવાની સંભાવના છે, જેમાં એટેક, એક વિલન 2 અને પઠાણ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code