1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા  
અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા  

અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા  

0
Social Share
  • અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ
  • ભારે સંધર્ષ બાદ મળી સફળતા  
  • 2004માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ધૂમ’ થી મળી ઓળખ

મુંબઈ:આજે બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમનો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 17 ડિસેમ્બર 1972ના રોજ કેરળમાં થયો હતો.તેમની માતા પારસી અને પિતા મલયાલી હતા. અભિનેતાનું પારસી નામ ફરહાન હતું પરંતુ પાછળથી તેના પિતાએ તેને ફિલ્મો માટે જોન નામ આપ્યું હતું. અભિનેતાએ તેની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી.સોશિયલ મીડિયા પર જોન અબ્રાહમનું સારું ફેન ફોલોઈંગ છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેના ચાહકો છે.

જોન આજે 49 વર્ષના થયા છે. બહુ ઓછા લોકો જાણે છે કે મોડલિંગ દરમિયાન પૈસાની અછતને કારણે તેણે થોડા દિવસો માટે મીડિયા પ્લાનર તરીકે પણ કામ કર્યું છે.અભિનેતા ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યા છે. તેણે 2003માં ‘જિસ્મ’થી ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મમાં તેની સાથે બિપાશા બાશુ લીડ રોલમાં હતી.આ પછી તે ‘સાયા’ અને ‘પાપ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. 2004માં આવેલી એક્શન ફિલ્મ ‘ધૂમ’થી તેના કરિયરની ઓળખ થઈ હતી.આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે ગરમ મસાલા, દોસ્તાના, વેલકમ બેક, ફોર્સ-2, પરમાણુ, સત્યમેવ જયતે સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જોન ફિલ્મો સિવાય તેની બાઈકના કારણે પણ ખૂબ ચર્ચામાં છે. તેને સુપર બાઈકનો ઘણો શોખ છે. આ જ કારણ છે કે,જોન અબ્રાહમ પાસે બાઇકનું શાનદાર કલેક્શન છે.તેમની પાસે ખૂબ જ મોંઘી બાઇક છે. સમય સમય પર, તે સોશિયલ મીડિયા દ્વારા તેની બાઇકનું કલેક્શન પણ બતાવતો રહે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code