અદાણી એનર્જી સોલ્યુશન્સ દ્વારા ડિસ્કોમ્સમાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું સીમાચિહ્નરૂપ વિતરણ
અમદાવાદ, ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૬: સંકલિત ઉર્જા ઉકેલો પૂરા પાડતી ભારતની ટોચની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ડિસ્કોમ્સમાં ૧ કરોડ વીજ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક પૂરા પાડી ભારતની જ નહી પરંતુ સંભવત વૈશ્વિક સ્તરની પ્રથમ કંપની બની છે. આગામી નાણાકીય વર્ષમાં બીજા ૧ કરોડ સ્માર્ટ મીટર પહોંચાડવાનું લક્ષ્ય છે.. ભારતના અદ્યતન મીટરીંગ આંતરમાળખાકીય સેવા પૂરી પાડવામાં અવ્વલ નંબરની કંપની તરીકે અદાણી એનર્જી સોલ્યુશન્સ પાંચ રાજ્યોમાં ૨.૫ કરોડ સ્માર્ટ મીટર સ્થાપવાનો ઓર્ડર ધરાવે છે. આ વ્યવસાયમાં રોજના ૨૫,૦૦૦ મીટર સ્થાપવાની તેની હરણફાળરુપ ગતી સૌથી વધુ છે.
૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧ કરોડના આંક હાંસલ કરવાના કંપનીના નિર્ધારીત લક્ષ્યથી આ સીમાચિહ્ન ઘણું આગળ રહેવા સાથે અત્યંત જરૂરી છૂટક વીજ વિતરણમાં ડિજિટલ પરિવર્તન લાવી વપરાશ પર આમૂલ ડેટા પ્રદાન કરવા અને ગ્રીડના આધુનિકીકરણ પ્રત્યેની તેની પ્રતિબધ્ધતાને અદાણી એનર્જી સોલ્યુશન્સ વળગી રહી છે. જેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ રાષ્ટ્રવ્યાપી સ્માર્ટ મીટરિંગ રોલઆઉટને મજબૂત ટેકો મળે છે. કંપનીનું સ્માર્ટ મીટર માળખું ગ્રાહકને વાસ્તવિક સ્થિતિ સમજ આપી બિલિંગ પ્રક્રિયાની પારદર્શિતા વધારવા સાથે ઉપયોગિતાના કામકાજને મજબૂતી બક્ષે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સના મુખ્ય કારોબારી અધિકારી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, “૧ કરોડ સ્માર્ટ મીટરના સ્થાપિત આધાર સુધી પહોંચવું એ અમારી શ્રેષ્ઠ સિધ્ધહસ્ત અમલવારી અને વિતરણ ઉપયોગિતા સમેત ગ્રાહકો સાથે ગહન સંકલનનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે આ સ્માર્ટ મીટર માત્ર ઉપકરણ નથી પરંતુ ગ્રાહકોને રીઅલ-ટાઇમ વપરાશ ડેટા સાથે સક્ષમ બનાવી, ગ્રીડની વિશ્વસનીયતામાં નિરંતર સુધારા કરીને નુકસાન ઘટાડવા અને કાર્યક્ષમ ઉર્જા વ્યવસ્થાપનને સક્ષમ બનાવવા માટે ઉત્પ્રેરક માધ્યમ છે. ભારતના ડિજિટલ ઉર્જા સંક્રમણમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે કંપની સંકલ્પબદ્ધ છે.
એક સંકલિત અને ઇકોસિસ્ટમનો અભિગમ અપનાવીને સૌથી વધુ દૈનિક ઇન્સ્ટોલેશન દર પ્રાપ્ત કરવામાં સમર્થ રહેવાની નેમ સાથે સમગ્ર મૂલ્ય કડી પર વધુ અંકૂશ અને દૃશ્યતા મેળવવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સે સ્થાનિક ડેટા હોસ્ટિંગ માટે તેના સ્માર્ટ સોલ્યુશન્સના સ્માર્ટ મીટરિંગ અને IoT ડિવિઝન અદાણી Esyasoft, અને AdaniConneX જેવી સિસ્ટર કંપનીઓ સાથે જોડાણ કર્યું છે, ઉપરાંત ડિલિવરી સમયરેખા સુનિશ્ચિત કરવા અને કરારના સમયગાળા દરમિયાન પ્લેટફોર્મને સુસંગત સંચાલન કરવા માટે ટાયર- I મીટર બ્રાન્ડ્સ સાથે હાથ મીલાવ્યા છે. અદાણી સમૂહની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિના કામકાજના ભાગરુપે કંપનીએ મીટર બેસાડવાની કામગીરી માટે ટેકનિશિયનોની કૂમકને તાલીમ આપી રહી છે. આ તમામ સામૂહિક રીતે કંપનીની કંઇક અલગ અમલવારીનો હિસ્સો બની રહ્યા છે.
સ્માર્ટ મીટરિંગ કામકાજનો વર્ષ-૨૦૨૪માં આરંભ કર્યાના લગભગ ૨૪ મહિનામાં ૧ કરોડ સ્માર્ટ મીટરનું ઉલ્લેખનીય સીમાચિહ્ન હાંસલ કરીને અદાણી એનર્જી સોલ્યુશન્સ દેશની સૌથી ઝડપી ઇન્સ્ટોલેશનકર્તા બની છે.
ભારતમાં પાવર વિતરણના ફલકને આધુનિક બનાવવા માટે RDSS હેઠળ પરંપરાગત ૨૫ કરોડ મીટરને અદ્યતન સ્માર્ટ મીટર વડે પરિવર્તિત કરવાનું કંપનીનું લક્ષ્ય છે. સ્માર્ટ મીટર બિલિંગની ચોકસાઈ વધારી માંગનો વરતારમાં સુધાર તથા એકંદર તાંત્રિક અને વાણિજ્યિક નુકસાન ઘટાડીને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના એકીકરણને ટેકો આપવાના ધ્યેયથી ગ્રીડની ડિઝાઇન અને કામગીરીને સાંકળીને એક યોજના ઘડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.


