Homeગુજરાતીફિલ્મ ‘સાહો’ હજું તો રિલીઝ થાય તે પહેલા એડવાન્સ બુકિંગ પૂર...

ફિલ્મ ‘સાહો’ હજું તો રિલીઝ થાય તે પહેલા એડવાન્સ બુકિંગ પૂર જોશમાં

પ્રભાસનું નામ આવે એટલે એક વાર ચોક્કસ ‘બાહુબલી’ ફિલ્મ યાદ આવી જ જાય, પ્રભાસને આ ફિલ્મથી ધણી મોટી સફળતા મળી છે તેમ કહીયે તો કઈ ખોટૂ નથી. ત્યારે હવે ફરી એકવાર પ્રભાસ તથા ‘આશિકી’થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’ આવનારી 30 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મના અને પ્રભાસના ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રિલીઝ થવાની રાહ જોતા હતાં ત્યારે હવે ફાઈનલી આ ફિલ્મ સિનેમાં ઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે,ગણતરીના દિવસોમાં જ આ ફિલ્મ રુપેરી પડદે જોવા મળશે.

.‘સાહો’ તેલુગુ ફિલ્મ છે અને તે ભારત ભરમાં હિંદી, તમિળ, મલયાલમ તથા તેલુગુમાં પણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ અત્યારથી જ  શરૂ થી ચુક્યૂ છે.

હૈદરાબાદમાં તેલુગુના તમામ શો હાઉસફૂલ થી ચુક્યા છે,તો બીજા કેટલાંક શો ઝડપથી બૂક પણ થઈ રહ્યાં છે. હિંદીમાં પણ એડવાન્સ બુકિંગ ઝડપથી થઈ રહ્યું છે.

 તેલુગુમાં 50 ટકા જેટલા શો હાઉસફૂલ છે. તમિળ તથા હિંદીના શો ઝડપથી ભરાઈ રહ્યાં છે.

ચેન્નાઈમાં 50 ટકા તેલુગુ શો હાઉસફૂલ છે. તમિળમાં 10-15 ટકા શો ભરાઈ ગયા છે. હિંદીમાં માત્ર એક જ શો છે અને તેની પણ ઝડપથી ટિકિટ વેચાઈ રહી છે.

મુંબઈમાં 10 ટકા હિંદી શો હાઉસફૂલ થઈ ગયા છે. તેલુગુ તથા તમિળ વર્ઝનને હજી સુધી સારો પ્રતિભાવ મળ્યો નથી.  જો કે હજુ થોડા દિવસ છે ફિલ્મ રીલિઝ થવામાં તો શૉ ભરાઈ પણ  શકે છે.

દિલ્હીમાં પણ ધીમે ધીમે ટિકિટ બૂક થવાની શરાત થી ચુકી છે.

કોલકાતા-અમદાવાદ આ બન્ને શહેરોમાં એક પણ શો હાઉસફૂલ થયો નથી. પરંતુ શનિરવાર ને રવિવારની રજાઓમાં ચોક્કસ  શૉ હાઉસફૂલ જોવા મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular