
T20 વિશ્વ કપમાં પપુઆ ન્યૂ ગીનીને હરાવીને અફઘાનિસ્તાન ગ્રૂપ-Cના પોઈન્ટ ટેબલમાં ટોચ પર
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024માં ગ્રૂપ સ્ટેજની મેચમાં અફઘાનિસ્તાને પપુઆ ન્યુ ગીનીને સાત વિકેટે પરાજય આપી ગ્રૂપ-સીના પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. પપુઆ ન્યુ ગીની 95 રને ઓલઆઉટ થયા બાદ અફઘાનિસ્તાને ત્રણ વિકેટે 101 રન નોંધાવી મેચ જીતી લીધી છે.
અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેધરલેન્ડ્સને 25 રને પરાજય આપી ગ્રૂપ-ડીમાં બીજા સ્થાને આવી ગયું છે. બાંગ્લાદેશે 20 ઓવરમાં પાંચ વિકેટે 159 રન નોંધાવ્યા બાદ નેધરલેન્ડ્સની ટીમ આઠ વિકેટે 134 રન બનાવી શકી છે. ઈંગ્લેન્ડે ઓમાનને 8 વિકેટે પરાજય આપી ગ્રૂપ-બીમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. ઓમાનની ટીમ માત્ર 47 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ઈંગ્લેન્ડે બે વિકેટે 50 રન નોંધાવી ભવ્ય વિજય મેળવ્યો છે.