1. Home
  2. ગુજરાતી
  3. ચીનની નૌસેનામાં પાંચ પરીક્ષણો બાદ બીજું વિમાનવાહક યુદ્ધજહાજ જુલાઈમાં થશે સામેલ
ચીનની નૌસેનામાં પાંચ પરીક્ષણો બાદ બીજું વિમાનવાહક યુદ્ધજહાજ જુલાઈમાં થશે સામેલ

ચીનની નૌસેનામાં પાંચ પરીક્ષણો બાદ બીજું વિમાનવાહક યુદ્ધજહાજ જુલાઈમાં થશે સામેલ

0

નવી દિલ્હી: ચીનની વૈશ્વિક મહસત્તા તરીકે ધાક જમાવવાની કોશિશો આગળ વધી રહી છે. આના માટે ચીનનું બ્લૂ વોટર નેવી બનવાનું સપનું છે. બ્લૂ વોટર નેવી તરીકે ચીન દુનિયામાં કોઈપણ ઠેકાણે કાર્યવાહી કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવા માગે છે. આને હકીકત બનાવવા માટે ચીન એક પગલું આગળ વધ્યું છે. ચીન દ્વારા ટાઈપ 002 સીવી-17 એરક્રાફ્ટ કેરિયરનું સ્વદેશમાં જ નિર્માણ કવામાં આવ્યું છે. તેને શેનડોંગ નામ પણ આપવામાં આવ્યું છે અને તેની પાંચ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે ચીન 2019ના જુલાઈ માસમાં પોતાના બીજા વિમાનવાહક યુદ્ધજહાજને નૌસેનામાં કમિશન્ડ કરે.

નવેમ્બર-2018માં ચીનનું બીજું અને પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર સીવી-17નું નિર્માણકાર્ય તેના શિડ્યુલથી આગળ ચાલી રહ્યું હોવાનો મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો. દાલિયન શિપયાર્ડના તાજેતરની સેટેલાઈટ ઈમજેજીસ દર્શાવે છે કે આ વિમાનવાહક જહાજ તેની પાંચમી ટ્રાયલમાંથી પાછું ફર્યું છે અને તેને ફાઈનલ કોટ ઓફ પેઈન્ટ એનાયત કરવામાં આવ્યું છે.

કોઈપણ બ્લૂ વોટર નેવીને વિમાનવાહક યુદ્ધજહાજોની જરૂર હોય છે. તેને કારણે જ ચીનનું પીપલ્સ લિબરેશન આર્મી નેવી પોતાને વિકસિત કરવાની ઝડપ વધારી ચુક્યું છે. દાલિયાન શિપયાર્ડ ખાતે સીવી શ્રેણીના જહાજનું ઉત્પાદન કાર્ય વધારવા માટે શાંઘાઈ નજીક જિઆંગનાન ચાન્ગશિંગ ખાતે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

સીવી-17ની ચોથી ટ્રાયલ યલો સી અને બોહાઈ સાગર ખાતે થઈ હતી. તે દાલિયાનથી 27 ડિસેમ્બર-2018ના રોજ રવાના થયું, પોતાના હોમ પોર્ટ પર આઠમી જાન્યુઆરી-2019ના રોજ પાછું ફર્યું હતું.

યલો સીથી બોહાઈ સાગરમાં તેની 30 ડિસેમ્બર-2018ની યાત્રા દરમિયાન સીવી-17એ ફોર્મેશનમાં પ્રવાસ ખેડયો અને અન્ય જહાજોની નજીકથી પસાર પણ થયું હતું. ઈન્ટર ઓપરેટિબિલિટી ટેસ્ટ્સ અને તેના ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ અને ગેજેટરીનું નૌસૈન્ય બેડામાંના અન્ય જાહાજો સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે.

બોહાઈ વિસ્તારમાં સીવી-17 લગભગ સ્થિર હતું. એવું અનુમાન હતું કે આ ટચ એન્ડ ગો ટ્રાયલ્સનો મામલો હતો. પ્રવાસ કરતા જહાજથી વધારે મુશ્કેલ ટચ-એન્ડ-ગો ટ્રાયલ્સ સ્થિર જહાજને લઈને ગણવામાં આવે છે. જો કે યુદ્ધજહાજની લેન્ડિંગ સ્ટ્રીપ પર એરક્રાફ્ટના ટાયરના નિશાન દેખાયા નથી. તેને કારણે ટચ એન્ડ ગો અથવા લેન્ડિંગ ટ્રાયલની પુષ્ટિ થઈ શકી નથી.

પાંચમું પરીક્ષણ

પાંચમું પરીક્ષણ એકદમ ટૂંકી સી ટ્રાયલ હતી. તે 28 ફેબ્રુઆરીથી શરૂ થઈ અને આઠમી માર્ચે પૂર્ણ થઈ હતી.

પીપલ્સ લિબરેશન આર્મી નેવીનું વિમાનવાહક જહાજ સીવી-16 લિઓનિંગ પણ તેના સહાયક જહાજ દાગુઆન-88 સાથે દાલિયાનથી રવાના થયું હતું. બંને જહાજોએ પૂર્વ ચીન સાગરમાં કવાયતમાં ભાગ લીધો હોવાની શક્યતા હતી.

બાદમાં બંને જહાજો તેમના હોમ પોર્ટ્સ ક્વિંગડાઓ અને દાલિયાન પાછા ફર્યા હતા.

પીએલએનએન દ્વારા સીવી-17ના ડેકને 22 માર્ચે ફરીથી રંગવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 23 માર્ચની સેટેલાઈટ ઈમેજમાં ડેક પર રંગનું પડ જોઈ શકાતું હતું. આ કામગીરી બીજી એપ્રિલે પૂર્ણ થઈ હોવાનું જોવા દેખાયું હતું.

દાલિયાનની તાજેતરની સેટેલાઈટ ઈમેજીસ સંકેત આપી રહી છે કે સીવી-17ને ફાઈનલ કોટ ઓફ પેઈન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. નવા રંગનું પડ તેના જૂના રંગ કરતા વધુ ઘેરું છે. તે સીવી-16 લિઓનિંગને મળતું આવે છે. કેટલીક બાબતો સંકેત આપી રહી છે કે ડેક પર એન્ટિ-સ્કીડ કોટિંગ પણ કરવામાં આવ્યું છે, જેથી લેન્ડિંગ સ્ટ્રિપ પર એરક્રાફ્ટને લપસવાની શક્યતાઓ ઘટે.

આ તમામ બાબતો સંકેત કરી રહી છે કે ચીનનું બીજું વિમાનવાહક જહાજ તૈયાર છે અને તેને આગામી ત્રણ માસમાં ચીન પોતાની નૌસેનામાં કમિશન્ડ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.