
15 વર્ષની ઉંમરે રિજેક્શન બાદ અનેક સંઘર્ષ બાદ શાહરૂખ સાથે અનુષ્કા શર્માને મળી હતી ફિલ્મ
ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તેમણે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જોકે, આ નામ અને ખ્યાતિ મેળવતા પહેલા તેમણે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. અનુષ્કા શર્માને 15 વર્ષની ઉંમરે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સંઘર્ષ પછી, અનુષ્કાએ શાહરૂખ ખાનની સામે ભૂમિકા ભજવી હતી.
2008 માં, અભિનેત્રી અનુષ્કા શર્માએ ફિલ્મ “રબ ને બના દી જોડી” માં કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી. અનુષ્કા પોતાની પહેલી ફિલ્મથી જ સ્ટાર બની ગઈ હતી. આ પછી, અનુષ્કા ફિલ્મ બદમાશ કંપનીમાં જોવા મળી હતી. બેન્ડ બાજા બારાત ફિલ્મ પણ લોકોને પસંદ આવી હતી. અનુષ્કાએ પટિયાલા હાઉસ, લેડીઝ વર્સીસ રિકી બહલ, જબ તક હૈ જાન, મટરુ કી બિજલી કા મંડોલા, પીકે, એનએચ 10, બોમ્બે વેલ્વેટ, દિલ ધડકને દો, સુલતાન, એ દિલ હૈ મુશ્કિલ, ફિલૌરી, જબ હેરી મેટ સેજલ, સંજુ, પરી, જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
2018 માં, તે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને શાહરૂખ પણ જોવા મળ્યા હતા. આ પછી, અનુષ્કાએ ફિલ્મોથી અંતર રાખ્યું છે. તેમણે બુલબુલનું નિર્માણ કર્યું અને કાલા માં એક નાનકડી ભૂમિકા ભજવી. તે ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. અનુષ્કાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, અનુષ્કા 255 કરોડ રૂપિયાની માલિક છે. તે ફેશન લેબલ્સ, રોકાણો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરે છે.