
નવ મહિના બાદ જગન્નાથ મંદિરના દ્વાર ખુલ્યા, 3 જાન્યુઆરીથી ભક્તો કરી શકશે દર્શન
- નવ મહિના બાદ જગન્નાથ મંદિરના દ્વાર ખુલ્યા
- 3 જાન્યુઆરીથી ભક્તો કરી શકશે દર્શન
- કોરોના મહામારીને કારણે બંધ હતું મંદિર
- સરકારના નિયમોના પાલન સાથે થશે દર્શન
પુરી: કોવિડ-19 મહામારીને કારણે નવ મહિના સુધી બંધ રહેલ શ્રી જગન્નાથ મંદિરના દ્વાર બુધવારથી ફરી ખોલવામાં આવ્યા છે. જો કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી ભક્તો અહીં ભગવાનના દર્શન કરી શકશે.
અધિકારીઓએ કહ્યું કે, સેવકો અને તેના પરિવારના સદસ્યો માટે સવારે 7 વાગ્યે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા.આ સમય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘વૈશ્વિક મહામારીને લીધે માર્ચ મહિનામાં મંદિરો બંધ કરાયા હતા. 12 મી સદીના ભગવાન વિષ્ણુના મંદિરના દ્વાર ઇતિહાસમાં પહેલી વાર ભક્તો માટે બંધ કરાયા હતા.
પુરી કલેકટર બળવંત સિંહે કહ્યું કે,’પહેલા ત્રણ દિવસ ફક્ત 23-24 અને 25 ડિસેમ્બરે માત્ર સેવકો અને તેના પરિવારને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું કે, 26 થી 31 ડિસેમ્બર સુધી ફક્ત પુરીના રહેવાસીઓ ભગવાનના દર્શન કરી શકશે.
ત્યારબાદ નવા વર્ષ પર ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને 1 અને 2 જાન્યુઆરીએ મંદિરને ફરીથી બંધ કરવામાં આવશે. 3 જાન્યુઆરીથી મંદિરના દ્વાર તમામ ભક્તો માટે ખુલ્લા મુકાશે. 3 જાન્યુઆરીથી વધુમાં વધુ 5 હજાર શ્રદ્ધાળુઓને દર્શન કરવા મંજૂરી આપવામાં આવશે.
-દેવાંશી