
કુશીનગર નકલી નોટ કેસમાં સપા બાદ હવે કોંગ્રેસના નેતાની મુશ્કેલી વધી
- એક આરોપી સાથે કોંગ્રેસના નેતાનો ફોટો મળ્યો
- પોલીસ કોંગ્રેસના નેતાને પૂછપરછ માટે બોલાવે તેવી શકયતા
લખનૌઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં સમાજવાદી પાર્ટીના નેતા રફી ખાનની ધરપકડ બાદ હવે પોલીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજ્ય એકમના પૂર્વ અધ્યક્ષ અજય કુમાર લલ્લુને નોટિસ મોકલી શકે છે. નકલી નોટ કૌભાંડ કેસમાં પોલીસ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લુને પણ પૂછપરછ માટે નોટિસ મોકલશે.
કુશીનગર નકલી નોટ કેસમાં એસપી સંતોષ મિશ્રાએ આ કેસમાં આતંકવાદી કડીનો ઈન્કાર કર્યો નથી. આ કેસમાં પોલીસે નેતાઓના સંબંધોનો ઈન્કાર કર્યો નથી. એસપી મિશ્રાએ કહ્યું કે, કેસમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ઘણા એવા નેતાઓ છે જેમની તસવીરો આ ગુનેગારો સાથે આવી છે. તેમની પણ તપાસ કરવામાં આવશે.
એસપીએ આ કેસમાં ડી કંપનીના સંબંધોને પણ નકાર્યા નથી. કુશીનગર પોલીસની ટીમ નેપાળ મોકલવામાં આવશે. આ સિવાય વિદેશી ફંડિંગ અને મની લોન્ડરિંગની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી ઔરંગઝેબ સાથે કોંગ્રેસના નેતા અજ્ય લલ્લુની તસ્વરી મળી આવી છે. જેથી આગામી દિવસોમાં પોલીસ તેમની પૂછપરછ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એસપીએ કહ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓના તમામ સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે.
(PHOTO-FILE)