1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા યુપી અને ઉત્તરાખંડ બાદ હવે દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર લગાવાયો પ્રતિબંધ
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા યુપી અને ઉત્તરાખંડ બાદ હવે દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર લગાવાયો પ્રતિબંધ

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા યુપી અને ઉત્તરાખંડ બાદ હવે દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર લગાવાયો પ્રતિબંધ

0
Social Share
  • કોરોનાને લઈને દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ
  • આ પહેલા યુપી અને ઉત્તરાખંડે કાવડ યાત્રા રદ કરી 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે, કેટલીક સ્થળે કોરોનાના નિયમોનું પાલન ન થતા ત્રીજી લહેર ત્રણ અઠવાડિયામાં આવવાની ચેતવણી પર ઉચ્ચારવામાં આવી છે ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા ઉત્તરપ્રદેશની સરકાર તથા ઉત્તરાખંડ સરકારે કાવડ યાત્રા રદ કરી હતી, જો કે કોરોનાની સ્થિતિને લઈને હવે દિલ્હી સરકારે પણ આ નિર્ણય લીધો છે.

આ વર્ષે પણ દિલ્હીમાં કાવડયાત્રાનું આયોજવ કરવામાં આવશે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રવિવારે એક જાહેરનામું જારી કરીને કોરોનાને લઈને કાવડ યાત્રા રદ કરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આ નિર્ણય યોગ્ય ગણાય રહ્યો છે.

ડીડીએમએએ દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, આ વર્ષે કાવડ યાત્રા 25 જુલાઈથી શરૂ થવાની છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હોવા છતાં કાવડ યાત્રામાં શોભાયાત્રા અને જૂલસની સંભાવના છે. તેથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે કાવડ યાત્રા -2021 ને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ માં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તેને ધ્યાનમાં લેતા આ યાત્રા રદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની જે રીતે સ્થિતિ ફરીથી ભયજનક બનતી જોવા મળી રહી છે જેને લઈને  આ અગાઉ ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને રદ કરવાનો નિર્ણય લીધો હતો. સંક્રમણ ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને યાત્રાના આયોજન અંગે વિચારણા કરવા જણાવ્યું હતું. યાત્રાને લઈને કાવડ સંઘોની તૈયારીઓ જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધારાના મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થી અને ડીજીપી મુકુલ ગોયલને કંવર સંઘો સાથે વાતચીત કરવા નિર્દેશ આપ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code