
મહારાષ્ટ્રના પુણેમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના બની, બચાવ કાર્ય શરુ
પૂણેઃ- મહારાષ્ટ્રના પૂણેમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના આજરોજ રવિવારે સામે આવી છએ પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો.
આ અકસ્માત અંગે હજુ વધુ માહિતી મળવાની બાકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેની પ્લેન પુણે ગ્રામીણના બારામતીમાં સવારે લગભગ 7.30 વાગ્યે ક્રેશ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં બે ટ્રેઇની પાયલટ ઘાયલ થયા છે અને બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
વઘુમાં એમ પણ જાણકારી મળી રહી છે કે ટેકનિકલ ખામીના કારણે આ પ્લેન ક્રેશ થયું છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક ખાનગી કંપનીનું ટ્રેઇની એરક્રાફ્ટ હતું. આ પહેલા ગુરુવારે પણ રેડબર્ડ ફ્લાઈટ ટ્રેનિંગ એકેડમીનું એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં પાઈલટ અને કો-પાઈલટ ઘાયલ થયા હતા.