1. Home
  2. ગુજરાતી
  3. અજીતની ફિલ્મ વલીમાઈ બોક્સ ઓફીસ પર છવાઈ – ફર્સ્ટ વિકમાં જ 150ની કમાણી કરી
અજીતની ફિલ્મ વલીમાઈ બોક્સ ઓફીસ પર છવાઈ – ફર્સ્ટ વિકમાં જ 150ની કમાણી કરી

અજીતની ફિલ્મ વલીમાઈ બોક્સ ઓફીસ પર છવાઈ – ફર્સ્ટ વિકમાં જ 150ની કમાણી કરી

0
Social Share
  • અજીતની ફિલ્મ વલીમાઈનું બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન
  • પ્રથમ અઠવાડિયામાં કરી 150ની કમાણી

 

મુંબઈઃ- સાઉથની ફિલ્મોનો હવે દબદબો જોવા મળી રહ્યો છે. પુષ્પા બાદ હવે અજીતની ફિલ્મ વલીમાઈ રિલીઝ થયાના એક અઠવાડિયાની અંદર જ શાનદાર કલેક્શન કરવામાં આગળ રહી છે અજીત કુમારની ફિલ્મ ‘વાલીમાઈ’ રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

આ ફિલ્મને હિન્દીમાં ડબ કરીને નોરર્થ ઈન્ડિયામાં પણ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો પહેલા જ વીકએન્ડમાં ફિલ્મે 150 કરોડ રૂપિયાથી વધુનું વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. ત્યારે હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સરળતાથી 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે.

 જો ફિલ્મના ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો વલીમાઈ અજિત કુમારની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અજિત છેલ્લે ફિલ્મ નેરકોંડા પરવાઈમાં જોવા મળ્યો હતો જે અમિતાભ બચ્ચન સ્ટારર ‘પિંક’ની તમિલ રિમેક હતી. ફિલ્મ વલીમાઈ વિશે વાત કરીએ તો, એચ. વિનોથ અને બોની કપૂર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક જબરદસ્ત એક્શન થ્રિલર છે.

ફિલ્મની વાર્તા એક એવા પોલીસ અધિકારીની છે જે બાઇક ગેંગને પકડવા માટે કાયદા કાનૂનને તોડીને કામ કરે છે. તમિલ બોક્સ ઓફિસ  પ્રમાણે ફિલ્મે પહેલા દિવસની કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે ઓપનિંગ વીકએન્ડમાં જ વિશ્વભરમાં 150 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code