
અક્ષય કુમારની ફિલ્મે રિલીઝ થતા પહેલાજ કરોડોની કરી કમાણી – ઓટીટી રિલીઝ માટે ‘હોસ્ટારે’ 200 કરોડમાં ખરીદી
- અક્ષય કુમારની ફિલ્મ અતરંગી 200 કરોડમાં વેચાઈ
- હોસ્ટારે 180 કરોડની બજેટવી ફિલ્મના 200 કરોડ આપ્યા
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી સિનેમાઘરોમાં ખૂબ જ હિટ રહી છે.ત્યારે હવે તેની અપકમિંગ ફિલ્મ અતરંગી રે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જો કે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કરોડોની કમાણી કરી ચૂકી છે,
વાત જાણે એમ છે કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ હોસ્ટારે તેને કરોડોમાં ખરીદી લીઘી છે, જે અત્યાર સુધીની મોંઘી ફિલ્મ બની છે. આ ફિલ્મને હોટસ્ટારે 200 કરોડમાં ખરીદી છે. જ્યારે આ ફિલ્મ બનાવવાનો ખર્ચ 180 કરોડ થયો છે એટલે એમ કહી શકાય કે ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મે 20 કરોડની કમાણી કરી લીધી છે.
હવે અક્ષય કુમારની અતરંગી રે ફિલ્મ 24 ડિસેમ્બરે ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. ‘અતરંગી’ સાથે થયેલી ડીલથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે થિયેટર ખુલ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ દર્શકોનું ધ્યાન વધુ ખેંચાયું છે.ડિજીટલ પ્લેટ ફઓર્મ હવે કમાણી માટે કરોડો રુપિયા ચૂકવવા માટે તૈયાર રહે છે.’અતરંગી’ રિલીઝ પહેલાં જ 200 કરોડ બોક્સ ઓફિસ ક્લબમાં સામેલ થઈ ચૂકી છે.