1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન-અમેરિકા વચ્ચે મિસાઈલની સાથે હવે સાયબર હુમલા શરૂ થયાં
ઈરાન-અમેરિકા વચ્ચે મિસાઈલની સાથે હવે સાયબર હુમલા શરૂ થયાં

ઈરાન-અમેરિકા વચ્ચે મિસાઈલની સાથે હવે સાયબર હુમલા શરૂ થયાં

0
Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલું ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ હવે માત્ર રણમેદાન સુધી સીમિત નથી રહ્યું, પરંતુ તે ‘સાયબર સ્પેસ’માં પણ અત્યંત ઘાતક બની ગયું છે. 10 દિવસથી વધુ સમયથી ચાલી રહેલા આ જંગમાં મિસાઈલ અને ડ્રોન હુમલાની સાથે હવે ડિજિટલ નેટવર્ક અને ઇન્ટરનેટ સિસ્ટમને નિશાન બનાવવામાં આવી રહી છે. નિષ્ણાતો તેને આધુનિક યુગનું ‘હાઈબ્રિડ વોર’ ગણાવી રહ્યા છે.

યુદ્ધની શરૂઆતમાં જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મોટા પાયે સાયબર ઓપરેશન્સ હાથ ધર્યા હતા. આ હુમલાઓને કારણે ઈરાનના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઘટીને માત્ર ચાર ટકા જેટલી જ રહી ગઈ છે. ફાઈબર ઓપ્ટિક કેબલ્સ અને સેન્સર નેટવર્કને નુકસાન પહોંચાડીને સંચાર વ્યવસ્થાને ઠપ્પ કરી દેવામાં આવી છે. તેહરાનના ટ્રાફિક કેમેરા, સરકારી વેબસાઈટ્સ અને ન્યૂઝ પોર્ટલ્સ પણ હેકર્સના નિશાને રહ્યા છે.

દુશ્મનને અંદરથી નબળો પાડવા માટે હવે મનોવૈજ્ઞાનિક હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાનમાં અત્યંત લોકપ્રિય પ્રેયર ટાઈમ એપ ‘BadeSaba’ હેક કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ એપના યુઝર્સને સરકાર વિરોધી મેસેજ મોકલીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ઈરાને પણ જોરદાર પલટવાર કર્યો છે. ઈરાન સમર્થિત 60થી વધુ હેકર ગ્રૂપો સક્રિય થયા છે. 11 માર્ચ 2026ના રોજ અમેરિકાની અગ્રણી મેડિકલ ટેક કંપની ‘Stryker Corporation’ પર ભયાનક સાયબર હુમલો થયો હતો. અમેરિકન એજન્સીઓના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ અંદાજે 50 ટેરાબાઈટ જેટલો સંવેદનશીલ ડેટા ચોરી લીધો છે. હવે અમેરિકાના બેન્કિંગ, હેલ્થકેર અને સંરક્ષણ ક્ષેત્રના ડિજિટલ નેટવર્ક પર જોખમ વધી ગયું છે.

આ યુદ્ધ હવે ત્રણ મોરચે લડાઈ રહ્યું છે. મિસાઈલ અને ડ્રોન મારફતે વિનાશ ઉપરાંત સાયબર એટેક કે વેબસાઈડ ડિફેસમેન્ટ, ડેટા ચોરી અને સર્વર ઠપ્પ કરવા તથા સોશિયલ મીડિયા અને એપ્ટ મારફતે ખોટી માહિતી ફેલાવીને જનતાનું મનોબળ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં કોઈપણ દેશ યુદ્ધ રોકવાની પહેલ કરી રહ્યો નથી, જેના કારણે આવનારા દિવસોમાં સાયબર હુમલાઓ વધુ તીવ્ર બને અને વૈશ્વિક ઇન્ટરનેટ વ્યવસ્થાને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક યુદ્ધને પગલે 85 દેશોમાં પેટ્રોલના ભાવ ભડકે બળ્યા, ભારતમાં કિંમતો સ્થિર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code