1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હવે એમ્બ્યુલન્સની સાયરન નહીં વાગે
ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હવે એમ્બ્યુલન્સની સાયરન નહીં વાગે

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હવે એમ્બ્યુલન્સની સાયરન નહીં વાગે

0
Social Share
  • ટ્રાફિક હોય તો જ સાયરન વગાડી શકાશે
  • ખાનગી એમ્બ્યુલન્સને પણ અપાયો નિર્દેશ
  • પ્રજા ભયભીત ના થાય તે માટે લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે અમદાવાદ સહિત 20 જેટલા મોટા શહેરો અને નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. તેમજ અનેક શહેરો અને ગામડામાં સ્વયંભૂ બંધ અથવા સ્વૈચ્છાએ આંશિક લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ એમ્બ્યુલન્સની સાયરન વાગતી હોવાથી વધારે ભયભીત ન થાય તે માટે રાત્રિ કર્ફ્યુ દરમિયાન એમ્બ્યુલન્સની સાયરન વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. સામાજીક સંસ્થાઓ પણ કોવિડ-19ના દર્દીઓ અને તેમના સ્વજનોની મદદ માટે આગળ આવ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા પ્રજાને ભયભીત થવાની જગ્યાએ સાવચેત રહેવા અને સરકારની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

લોકોમાં હવે કોરોના વાઈરસનો ડર ઘર કરી રહ્યો છે. લોકોમાં ડરનું વાતાવરણ નાં સર્જાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાત્રી કર્ફ્યું દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન વગાડવા પર પ્રતિબંધ મુક્યો છે. તો સાથે ખાનગી એમ્બ્યુલન્સના સાયરન લગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે. રાત્રી દરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ અપાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code