
કચ્ચાથીવૂ પર રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ-ડીએમકે પર ગર્જ્યા એસ. જયશંકર, કહ્યુ- જનતાને જાણવાનો હક
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીથી કેટલાક સપ્તાહ પહેલા કચ્ચાથીવુ મુદ્દા પર દેશમાં રાજકારણ ગરમાયું છે. રવિવારે પીએમ મોદીએ કોંગ્રેસ પલર ખૂબ નિશાન સાધ્યું છે. જવાબમાં કોંગ્રેસે પણ તમિલનાડુમાં મટોી હારથી બચવા માટે આને ભાજપનો હથકંડો ગણાવ્યો છે. હવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દા પર કોંગ્રેસ અને ડીએમકેને લપેટામાં લીધા છે. જયશંકરે ભારપૂર્વક કહ્યુ છે કે આ મુદ્દો અચાનકથી આવ્યો નથી. પરંતુ તેના પર સરકારનું સતત ધ્યાન છે. જયશંકરે કહ્યુ છે કે અમે એ જાણીએ છીએ કે આવું કોણે કર્યું, પરંતુ આ વાતને આટલા વર્ષો સુધી કેવી રીતે છૂપાવી રાખી. જનતાને જાણવાનો હક છે કે આખરે આી સ્થિતિ કેવી રીતે ઉભી થઈ?
રામેશ્વરમ પાસે આવેલા વેરાન ટાપુ કચ્ચાથીવૂને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમ છે. રવિવારે પીએમ મોદીએ કોંગ્રેસ પર દેશની અખંડિતતાને ખતરામાં નાખવાનો આરોપ લગાવાયો છે. કોંગ્રેસની તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકાર પર આરોપ છે કે 1974માં ભારત અને શ્રીલંકાની વચ્ચે એવી સમજૂતી થઈ, જેમાં કોંગ્રેસની સરકારે કચ્ચાથીવૂ ટાપુ શ્રીલંકાને સોંપ્યો હતો. જયશંકરનો આરોપ છે કે આ માત્ર એક વેરાન અને સમુદ્રીજળથી ઘેરાયેલા ટાપુનો મુદ્દોન નથી. જ્યારે આ ટાપુને શ્રીલંકાને હવાલે કરવામાં આવ્યો, ત્યારથી માછીમારોની એન્ટ્રી પર રોક છે.
દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયમાં જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ અને ડીએમકે સરકાર પર તમિલનાડુ રાજ્યના લોકોની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે. જયશંકરે કહ્યુ છે કે અમે એ જણીએ છીએ કે આ બધું કોણે કર્યું છે, પરંતુ અમે એ નથી જાણતા કે આવું કોણે છૂપાવ્યું છે. અમારું એ માનવું છે કે જનતાનો આ અધિકાર છે કે આવી સ્થિતિ કેવી રીતે પેદા થઈ.
જયશંકરે કોંગ્રેસના એ આરોપોને ફગાવ્યા છે કે આ મુદ્દો જાણીજોઈને લોકસભા ચૂંટણીથી પહેલા ઉઠાવાયો છે. વિદેશ મંત્રીએ કહ્યુ છે કે કચ્ચાથીવૂનો મુદ્દો એક જીવંત મુદ્દો છે અને સંસદ સિવાય તમિલનાડુ વિધાનસભામાં પણ આ મુદ્દાને ઉઠાવાયો છે.