1. Home
  2. ગુજરાતી
  3. અમો હાજી દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ કે જેમણે 67 વર્ષોથી નહોતું કર્યું સ્નાન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અમો હાજી દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ કે જેમણે 67 વર્ષોથી નહોતું કર્યું સ્નાન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

અમો હાજી દુનિયાના સૌથી ગંદા વ્યક્તિ કે જેમણે 67 વર્ષોથી નહોતું કર્યું સ્નાન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

0
Social Share
  • વિશઅવના સૌથી ગંદા વ્યક્તિનું નિધન
  • 94 વર્ષીય એમો હાજીનું થયું મોત
  • છેલ્લા 67 વર્ષમાં ક્યારેય તેઓએ નથી કર્યું સ્નાન

આપણે સૌ કોઈ એમો હાજી નામથી પરિચીત હશે જ, જેઓ ઈરાનના રહેવાસી છે અને છેલ્લા 67 વર્ષથી પણ વધુ સમયમાં તેમણે ક્યારેય સ્નાન જ નહોતું કર્યું જેના કારણએ તેઓ શહેરથી દૂર લોકોથી એલગ એક ઢુપડીમાં રહેતા અને તેથી જ તેઓને વિશ્વના સૌથી ગંદા વ્યક્તિ પણ કહેવાતા હતા જે કે 94 વર્ષની વયે આ વ્યક્તિના જીવનનો અંત આવ્યો છે તેમણે દુનિયાને અલદિવાદ કહ્યું છે તેમના નિધન થતાની સાથે જ તેઓ ફરી એક વખત સમાચારોની ખરબ બનીને ઊભરી આવ્યા છે અને તેનું કારણ એ જ છે કે તેઓ એ 67 વર્ષમાં ક્યારેય પાણીનું એ ટીપુ પણ શરીર પર નહોતું રેડ્યું.

તેઓ એટલા ગંદા હતા કે તેમના તચહેરા પર કાળાશના ખર જામી ગયા હતા વાળ ગૂંચડો બની ગયા હાત તેઓને પાણીથી ડર હોવાના કારણે ન્હાવાથી તેઓ દૂર રહેતા હતા.દશકો સુધી નહાયા વિના રહેતા વિશ્વના સૌથી ગંદા માણસ ઈરાની અમો હાજીનું નિધન થયું છે. અમો હાજી જેઓ 94 વર્ષના હતા. હાજી એ તેમનું અસલી નામ ન હતું, પરંતુ વૃદ્ધોને અપાયેલું સુંદર ઉપનામ છે.

જાણકારી પ્રમાણે 23 ઓક્ટોબરના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. મીડિયા રિપોર્ચસ મુજબ હાજી બીમાર થવાના ડરથી સ્નાન કરતા નહોતા અને નહાવાથી ભાગી રહ્યા હતા. જોકે, થોડા મહિનાઓ પહેલા પ્રથમ વખત, ગ્રામીણો તેમને બળજબરીથી સ્નાન કરવા બાથરૂમમાં લઈ ગયા.

મળતી માહિતી મુજબ, ઈરાનના અમો હાજીએ લગ્ન કર્યા ન હોતા અને 60 વર્ષથી વધુ સમયથી સ્નાન કર્યું ન હતું. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના પછી તેને દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ કહેવામાં આવ્યો હતો.

તેઓ જીવિત હતા ત્યારે  નિષ્ણાતોનો ઉદ્દેશ્ય પરોપજીવી અને બેક્ટેરિયાનો અભ્યાસ કરવાનો હતો જે કદાચ ધોયા વગરના અને ગંદા શરીરમાં વિકસી હોય. પરંતુ તેણે પુષ્ટિ કરી છે કે હાજીના શરીરમાં 67 વર્ષ સુધી સડેલું ખોરાક ખાવા છતાં અને ન્હાયા વગર રહેતાં હોવા છત્તા તેના શરીરમાં કોઈ બેક્ટેરિયા નહોતા.અમો હાજીની આસપાસ રહેતા લોકો તેમનો આદર કરે છે, જોકે ઘણા લોકો તેમની મજાક ઉડાવે છે. સ્થાનિક પ્રશાસને તેમની મદદ કરી છે.

અમો હાજી દેજગાહ ગામમાં એક ઝૂંપડીમાં રહેતા હતા. સ્થાનિક લોકોએ તેમના માટે આ ઝૂંપડી બનાવી હતી. અમો હાજી પાસે પોતાનું ઘર ન હતું અને તે રણના ખાડાઓમાં રહેતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને સ્વચ્છ રહેવું પસંદ નહોતુ. તેથી જ તેઓ સડેલું ખોરાક પણ ખાતા હતા. એવું કહેવાય છે કે તેઓ માત્ર મૃત પ્રાણીઓનું સડેલું માંસ ખાઈને જીવિત હતા  અને તળાવનું પાણી પીવે છે.તે ઠંડીથી બચવા માટે યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું જૂનું હેલ્મેટ પહેરતા હતા . ઘણા વર્ષોથી એક જ કપડા પહેરતા હતા. તેમને નવા મળેલા કપડા પણ જૂના કપડા પર જ  પહેરીને જીવન દજીવી રહ્યા હતા

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code