
પરિક્ષણ દરમિયાન ઘ્રુવ માર્ક-3 હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ , દૂર્ઘટના ટળી
- પરિક્ષણ દરમિયાન ઘ્રુવ માર્ક-3 હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
- પાયલોટ પરિક્ષણ કરી રહ્યા હતા તે સમયે ઘટના બનતા ટળી
દિલ્હીઃ- કોચીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ માર્ક-III હેલિકોપ્ટરનું બળજબરીપૂર્વક લેન્ડિંગ કરવાનો મામલો સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે આ ઘટના ત્યારે બની જ્યારે દળના પાયલોટ હેલિકોપ્ટરનું પરીક્ષણ કરી રહ્યા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ માર્ક III હેલિકોપ્ટરે આજે કોચીમાં બળજબરીપૂર્વક લેન્ડિંગ કર્યું જ્યારે દળના પાઇલોટ હેલિકોપ્ટરનું પરીક્ષણ કરી રહ્યા હતા. હેલિકોપ્ટર લગભગ 25 ફૂટની ઊંચાઈએ હતું ત્યારે તેને બળજબરીથી લેન્ડિંગ કરવું પડ્યું હતું.જો કે મોટી દુર્ઘટના ટળી હતી.
ICG અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ, ICG હાલમાં ALH ધ્રુવ કાફલાની કામગીરી ફરી શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેલિકોપ્ટર લગભગ 25 ફૂટની ઊંચાઈએ હતું ત્યારે તેને બળજબરીથી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી ICG ALH ધ્રુવ ફ્લીટ ઓપરેશનને પુનઃપ્રારંભ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય કોસ્ટ ગાર્ડ એએલએચ ધ્રુવ હેલિકોપ્ટરના ઉડાન પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે સતત કામ કરી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં, મુંબઈના દરિયાકાંઠે અકસ્માતને પગલે સંરક્ષણ દળો દ્વારા સાવચેતીના પગલા તરીકે ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા હતા.
tags:
ALH Dhruv