નવી દિલ્હી, 29 ઓગસ્ટ 2026: હવામાન વિભાગે ઓડિશામાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મુશળધાર વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત, આવતીકાલ સુધીમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન, આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, ઉત્તર આંતરિક કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વાવાઝોડાની શક્યતા છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠે, નૈઋત્ય બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં પ્રતિકૂળ હવામાનની (જેમાં 65 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ ધરાવતા જોરદાર પવનો ફૂંકાશે) આગાહી કરી છે.
વધુ વાંચો: નેપાળમાં પૂરને કારણે 626 લોકોનાં મોત, ભારતે 10 ટન વધારાની રાહત સામગ્રી મોકલી


