
- એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ બન્યા
- પાકિસ્તાનમાં અદ્ભુત પ્રદર્શન કરવાની મળી ભેટ
- મેકડોનાલ્ડને કોચીનનો ખૂબ જ અનુભવ
મુંબઈ:એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયા પુરૂષ ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાં મુખ્ય કોચ બન્યા છે.ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે જાણકારી આપી છે.એન્ડ્રુ મેકડોનાલ્ડ ફેબ્રુઆરી 2022 થી ટીમના વચગાળાના કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. જસ્ટિન લેંગરના રાજીનામા બાદ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી છે.હવે તેને પૂર્ણ સમયના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.એન્ડ્રુ મેકડોનાલ્ડના કોચ તરીકે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.ટીમનો આ પ્રવાસ ઘણો સફળ રહ્યો. તેણે ટેસ્ટ અને ટી-20 સિરીઝ જીતી, જ્યારે વનડે સિરીઝમાં કઠિન ટક્કર આપી, 2-1થી હારી ગઈ. હવે એન્ડ્રુ મેકડોનાલ્ડને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ચાર વર્ષનો કરાર આપવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડા નિક હોકલીએ કહ્યું, એન્ડ્રુ બતાવી ચુક્યા છે કે તે એક શાનદાર મુખ્ય કોચ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન તેણે ટીમ માટે જે વિઝન શેર કર્યું તે તેજસ્વી અને પ્રોત્સાહક છે.પરિણામે તે અમારા માટે સ્પષ્ટ પસંદગી હતા.પાકિસ્તાન પ્રવાસમાં એન્ડ્રુ, પેટ કમિન્સ અને એરોન ફિન્ચના નેતૃત્વમાં ટીમ જે રીતે રમી અને તેનું સન્માન કર્યું તેના પર અમને ગર્વ છે. ખૂબ જ ખુશ છે કે એન્ડ્રુ આ જવાબદારી કાયમી ધોરણે લઈ રહ્યા છે.
40 વર્ષીય એન્ડ્રુ મેકડોનાલ્ડ ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે.જસ્ટિન લેંગર મુખ્ય કોચ હતા ત્યારે તેણે આ જવાબદારી લીધી હતી. તેની પાસે કોચિંગનો ઘણો અનુભવ છે.તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં વિક્ટોરિયા અને બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સનું કોચિંગ કર્યું છે. 2018-19માં તેણે કોચ તરીકે શેફિલ્ડ શીલ્ડ, માર્શ કપ અને બિગ બેશ લીગ ટાઇટલ જીત્યા.તે IPLમાં રાજસ્થાન રોયલ્સના કોચ પણ રહી ચૂક્યા છે.અહીં તેણે એક સિઝન માટે જવાબદારી નિભાવી હતી.