
હવે ભારત બાયોટેક સિવાય બિબકોલ કપંની પણ કોવેક્સિનનું ઉત્પાદન કરશેઃ- દર મહિને 10લાખ ડોઝ બનાવશે
- હવે બુલંદશહેર સ્થિત બિબકોલ કંપની બનાવશે કોવેક્સિન
- દર મહિને ના 10 લાખ ડોઝનું કરશે ઉત્પાદન
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, આ મહામારી સામે દેશની સરકાર સતત લડી રહી છે, સરકારે કોરોનાને પહોંચી વળવા રસીકરણને વેગ આપવાનું શરુ કર્યું છે. જો કે હાલ આ વેક્સિનની ખૂબ જ જરુર છે ત્યારે ભારત જેવા મોટા દેશમાં વેક્સિનની આવશ્યકતાઓ પૂરી જ્યા સુધી વિવિધ કંપનીઓ રસી ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રવેશ નહીં કરે ત્યાં સુધી દેશની માંગ પૂરી કરવી શક્ય નથી.
દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હવે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનનું બુલંદશહેર સ્થિત કંપની બિબાકોલમાં પણ ઉત્પાદન કરવામાં આવશે. દર મહિને આ કંપનીમાં 10 લાખ ડોઝની ઉત્પાદન કરવામાં આવશે. આ સમગ્ર બાબતની પુષ્ટિ બિબકોલના જનરલ મેનેજર અને કંપની સેક્રેટરી દ્રારા કરવામાં આવી છે તેમણે માહિતી આપી હતી કે અહીં દર મહિને એક મિલિયન ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. ઓર્ડર આવતાની સાથે જ ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે આ માટે 30 કરોડ રુપિયાના બજેટની મંજૂરી આપી છે. કોવેક્સિન ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેક અને બિબકોલ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. અત્યાર સુધી બાયોટેકનોલોજી વિભાગ ભારતીય કંપની બિબકોલ પોલિયો રસી બનાવે છે. બુલંદશહેરના ડીએમ રવિન્દ્ર કુમારે કોવેક્સિન બનાવવા માટે અધિકૃત બિબકોલનું નિરીક્ષણ કર્યું. તેમણે રસીના ઉત્પાદન માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી.
ઉલ્લેખનીય છે કે,બિબકોલ બુલંદશરના ચોલામાં સ્થિત કંપની છે. બિબકોલ એક પબ્લિક સેક્ટર યુનિટ છે જેની સ્થાપના વર્ષ 1989 માં થઈ હતી. તે પૂર્વ રાજીવ ગાંધીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જે દેશ માટે પોલિયો વેક્સિન બનાવામાં અને સપ્લાય કરવામાં ગેશને આત્મનિર્ભર કરવા માંગતા હતા.