
ગુજરાત ઈન્કમટેકસના વડા તરીકે ખાલી પડેલી જગ્યા પર રવિન્દ્રકુમારની નિયુક્તિ
અમદાવાદઃ રાજ્ય સરકારની જેમ કેન્દ્ર સરકારમાં પણ હાલ બદલીની મોસમ ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં ઈન્કમ ટેક્સના વડા તરીકે કોચ્ચીથી બદલી કરીને રવિન્દ્રકુમારને મુકવામાં આવ્યા છે. દેશમાં ગુજરાત આવક વેરા માટે મહત્વનુ રાજ્ય છે. અને દર વર્ષે ગુજરાતમાં આવક વેરાનો ટાર્ગેટ ખૂબ ઊંચો રાખવામાં આવતો હોય છે. એટલે ઈન્કમ ટેક્સ માટે મહત્વના ગણાતા ગુજરાતમાં રવિન્દ્રકુમારની નિયુક્તિ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ઈન્કમટેકસના વડાની કેટલાંક દિવસોથી ખાલી પડેલી જગ્યા છેવટે ભરાઈ છે અને કોચ્ચીથી રવિન્દ્રકુમારની બદલી કરીને અમદાવાદ મુકવામાં આવ્યા છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા કુલ 14 પ્રીન્સીપલ ચીફ કમિશ્નરની બદલી-બઢતીના ઓર્ડર જારી કર્યા છે. ચંદીગઢમાં શ્રી ક્રિષ્ના, દિલ્હીમાં સંગીતાસિંઘ, કોલકતામાં શ્યામકુમાર, કોચ્ચીમાં ગોપીનાથ ચેન્નઈમાં સુભાષી અનંતક્રિષણન, ભોપાલ લેખાકુમારને મુકવામાં આવ્યા હતા. આ સિવાય પાંચ પ્રિન્સિપાલ ચીફ કમિશ્ર્નરોની બદલી કરવામાં આવી છે. અતુલ પ્રણયને કોલકતાથી હૈદરાબાદ, રશ્મી સહાનીને દિલ્હી, કે.કે.સિંઘને પટણાથી દિલ્હી, રવિન્દ્રકુમારને કોચ્ચીથી અમદાવાદ તથા સરોજ દેસ્વાલને જયપુરથી દિલ્હી મુકાયા છે. ગુજરાતમાં ઈન્કમટેકસ વડાની જગ્યા કેટલાંક મહિનાથી ખાલી હતી તે હવે ભરી દેવામાં આવી છે.