
- પરેશ રાવલ બન્યા એનએસડીના નવા ચેરમેન
- સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે આપી આ અંગેની માહિતી
- કાર્ય પડકારજનક પણ મજેદાર છે – પરેશ રાવલ
બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ વાતની જાણકારી સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે આપી હતી. પટેલે જાણકારી આપતા ટિ્વટ કર્યું હતું કે, પ્રખ્યાત કલાકાર પરેશ રાવલને મહામહિમ રાષ્ટ્પતિ દ્વારા એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને તેમની પ્રતિભાનો લાભ મળશે. હાર્દિક શુભેચ્છાઓ
એક્ટર પરેશ રાવલે કહ્યું કે આ કાર્ય પડકારજનક પણ મજેદાર હશે. હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ કારણ કે આ તે ક્ષેત્ર છે જે હું ખૂબ સારી રીતે જાણું છું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાએ ટિ્વટ કરીને કહ્યું કે ‘અમને એ જણાવતાં આનંદ થાય છે કે રાષ્ટ્રપતિએ ફેમસ એક્ટર અને પદ્મશ્રી પરેશ રાવલને એનએસડીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. એનએસડી પરિવાર તેમનું સ્વાગત કરે છે. તેમના માર્ગદર્શન હેઠળ એનએસડી નવી ઉંચાઈઓને સ્પર્શે.
65 વર્ષીય એક્ટર પરેશ રાવલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનએસડીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પદ્મશ્રીથી સન્માનિત પરેશ રાવલે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સાથે બીજા અનેક એવોર્ડ્સ પણ જીત્યા છે અને અનેક હિટ ફિલ્મો પણ આપી છે.
દેવાંશી-