આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, કાલે સોમવારે થશે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
નવી દિલ્હી, 12 એપ્રિલ 2026: હિન્દી સિનેમા જગતમાંથી ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સુરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા છે. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન
આશા ભોંસલેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે તેમની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચાહકો તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા, અને હવે તેમના નિધનના સમાચારથી ઉદ્યોગ અને ચાહકો ચોંકી ગયા છે.
પીટીઆઈ અનુસાર, આશા ભોંસલેનું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. ગાયકના પુત્ર આનંદ ભોંસલેએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના મૃત્યુના સમાચારથી ઉદ્યોગ શોકમાં છે, અને ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


