
ASTROLOGY: લાંબા સમય પછી સર્જાઈ રહ્યો છે શુભ સંયોગ, જાણો આ સમયમાં શું કરવું તેના વિશે
એવું કહેવામાં આવે છે અને તે વાત સાચી પણ છે કે જ્યારે કોઈ યંત્ર કે મશીનની શોધ નહોતી થઈ ત્યારે ભારતમાં ઋષિમુનીઓ બ્રહ્માંડમાં જોઈને ગ્રહોની દિશાઓ જાણી લેતા હતા, આજે પણ આ વાતને અને જ્યોતિષ શાસ્ત્રમાં માનવા વાળો વર્ગ મોટો છે, ત્યારે હવે એક એવો સંયોગ યોજાવા જઈ રહ્યો છે જે લગભગ 100 વર્ષ પછી આવ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રીની કહેવા પ્રમાણે 30 વર્ષ પછી શનિ દેવ પોતાની જ રાશિ કુંભ(Aquarius)માં પ્રવેશ કરવા જઇ રહ્યા છે, 29 એપ્રિલના રોજ શનિનું રાશિ પરિવર્તન અને તેના બીજા જ દિવસે 30 તારીખે શનૈશ્વરી અમાસ(Shanaishwari Amas) અને એપ્રિલમાં પાંચ શનિવાર હોવાનો સંયોગ આ તમામ યોગ શનિના શુભ બળનો સંકેત આપે છે.
જયોતિષ શાસ્ત્ર અનુસાર શનિને રિઝવવા ખુબ કઠિન છે જેમ શનિ વક્ર દૃષ્ટિ કરે કે શનિ બગડે કે પનોતીમાં દંડ આપે ત્યારે લોકોને આસમાને થી જમીન પર લાવી દેછે ત્યારે તેમને ખુશ કરવા જરૂરી બને છે. શાસ્ત્રો મુજબ શનિ દેવ શનિવાર ના અધિપતિ છે તેમ કુંભરાશીના પણ સ્વામી છે અને પોતે રાત્રિ બલી કહેવાય છે અને અમાસ ને મહરાત્રી કહેવાય છે માટે જ્યારે પણ શનિવારે અમાસ હોય તેને શનિઅમાવસ્યા , તરીકે ઉજવવામાં આવે છે પ્રાચીન સમય શનિ કૃપા પ્રાપ્ત કરવા શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે આ દિવસે શનિદેવ ખૂબ ખુશ હોય છે આ સમયે કરેલી શનિ મહારાજની પૂજા કે સચોટ ઉપાયો કરવાથી શનદેવને ઝડપી રિઝવી શકાય છે કારણ શનિમહારાજ આ દિવસે ખૂબ ખુશ અને બળવાન સ્થિતિમાં રહે છે.