1. Home
  2. ગુજરાતી
  3. 9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ જાણો આ વર્ષની થીમ અને આ ઉજવણી પાછળનો ખાસ હેતુ
9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ જાણો આ વર્ષની થીમ અને આ ઉજવણી પાછળનો ખાસ હેતુ

9 ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’ જાણો આ વર્ષની થીમ અને આ ઉજવણી પાછળનો ખાસ હેતુ

0
Social Share

દિલ્હીઃ આજે 9 ઓગસ્ટ એટલે કે વિશ્વભરમાં આજના આ દિવસને વિશઅવ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જો આપણ ારાજ્ય પુરતી વાત કરીએ તો આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત છે, આ સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.જો કે વિશ્વભરમાં આ જાતિનો ઘણો વિસ્તાર છે.

આ દિવસ ઉજવવા પાછળનો હેતું શું?

 આ દિવસનો હેતુ ઓદિવાસી લોકોને આગળ લાવવાનો તેમનામાં જાગૃતિ ફેલાવવાનો છે. વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વભરના આદિવાસી લોકોમાં જાગૃતિ ફેલાવવા અને તેમના અધિકારોના રક્ષણ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.
શેના માટે જાણીતો છે આદિવાસી સમાજ?
આદિવાસીઓને પણ તેઓની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે, વિશિષ્ટ સમાજરચના પણ છે. વિશિષ્ટ ઇતિહાસ પણ છે. જે તેઓની ચિત્રકલા ઉપરથી જાણી શકાય છે. તેઓની લોકવાર્તાઓ અને લોકગીતો ઉપરથી પણ જાણી શકાય છે.તેઓ ખાસ નૃત્ય માટે પોતાના પોષાક આહાર માટે વિશઅવટબરમાં બીજાઓથી અલગ તરી આવે છે.આ એક ખડતલ જાતી છે શરીરે મજૂત અને દેશી ખોરાકને પ્રાઘાન્ય આપે છે,આજે અનેક લોકો તેમના ખોરાક તફ વળી રહ્યા છે જેવા કે બાજરાના રોટલા , હોય કે પછી દેશી શાકભઆજીઓ હોય આ તેમના ખોરાકની ઓળખ છે.
આ સહિત તે પોતાનો પોષાક માટે જાણીતા છે જો કે દરેક દેશમાં આદિવાસી સમાજના જૂદા જૂદા પોષાક રિત રિવાજ હોય છે. જો ગુજરાતની કે ભારતની વાત કરીએ તો આ લોકોના પોષાક અને આભુષણો પણ અલગ તરી આવે છે સાથે જ તેઓ હોળીના પરવ્ને વધુ મહત્વ આપે છે હોળી વખતે આ સમાજ ઘેરૈયાનું રુપ લે છે અને 5 દિવસ લોકોના ઘરે માંગવા જાય છે.
તેમની જીવનશેલીમાં પોતાના નિયમો હોય છે તે સમાજને પોતાના જ ‘કાનૂન’ હોય છે તેમાં કોઈ હસ્તક્ષેપ કરે તે સહી શકતા નથી. લગ્નથી શરૂ કરી અંતિમ ક્રિયા સુધીની તેમની પદ્ધતિ જ અલગ છે. હજી સુધી આંદામાન નિકોબારના આદિવસીઓ મૃતદેહને ઉંચા વૃક્ષ ઉપર બાંધે છે તેઓ માને છે કે તે દ્વારા મૃતકનો આત્મા જલ્દી સ્વર્ગે સિધાવશે.
ક્યારથી ઉજવાય છે વિશ્વ આદિવાસી દિવસ?
આ વિશ્વ આદિવાસી દિવસની જાહેરાત ડિસેમ્બર 1994માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી, જે 1982માં વૈશ્વિક સ્તરે સ્વદેશી વસ્તીના માનવ અધિકારોના રક્ષણ અને અમલીકરણ માટે પ્રથમ બેઠકથી પ્રેરિત હતી.
વર્ષ 2023ની વિશ્વ આદિવાસી દિવસની થીમ જાણો અહીં
સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ આદિવાસી દિવસ 2023ની મુખ્ય થીમ આદિવાસી યુવાનો પર કેન્દ્રને રાખીને આયોજીત કરી છે. આ વર્ષના વિશ્વ સ્વદેશી દિવસની થીમ સ્વ-નિર્ધારણ માટે પરિવર્તનના એજન્ટ તરીકે સ્વદેશી યુવાનો છે. આજના આદિવાસી યુવાનો તેમના સ્વ-નિર્ણયના અધિકારનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે લીધેલા નિર્ણયો પર ભવિષ્ય સો કોઈનું નિર્ભર છે. જેમ કે, આજે આદિવાસી યુવાનો દ્વારા કરવામાં આવી રહેલું કાર્ય માનવતા સામેની કેટલીક સૌથી અઘરી સમસ્યાઓને દૂર કરવા માટે સૌથી અસરકારક પ્રેરક તરીકે કામ કરી રહ્યું છે.આજે દેશભરમાં રેલીઓ યોજવામાં આવશે અને અનેક કારર્યક્રમો યોજાશે જે થકી આદિવાસી સમાજના લોકો પોતાના હક માટે જાગૃત બને.
ગુજરાતના ઈતિહાસમાં આદિવાસી જાતિનું યોગદાન

સોમનાથ મંદરિની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોના બલિદાન એળે જવા દેવાશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડયા હતા, ઇતિહાસના પાનામાં અનેક આદિવાસી ક્રાંતિવીરોએ કુરબાની આપી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code