1. Home
  2. ગુજરાતી
  3. ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર
ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાએ આપી માન્યતા,પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

0
Social Share
  • ભારતની COVAXINને ઓસ્ટ્રેલિયાની માન્યતા
  • પીએમ મોદીએ સ્કોટ મોરિસનનો માન્યો આભાર

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની કોવેક્સિનને ઓસ્ટ્રેલિયા દ્વારા માન્યતા આપવા બદલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનનો આભાર માન્યો છે.

એક ટ્વિટમાં, વડાપ્રધાને કહ્યું;

“હું મારા પ્રિય મિત્ર @ScottMorrisonMPનો ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતની COVAXINને માન્યતા આપવા બદલ આભાર માનું છું. તે 🇮🇳 અને 🇦🇺 વચ્ચેની પોસ્ટ-COVID ભાગીદારીમાં એક મહત્વપૂર્ણ પગલું છે.”

 

WHOએ અત્યાર સુધીમાં ફાઈઝર-બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, જોનસન એન્ડ જોનસન-જાનસેન, મોડર્ના અને સિનોફાર્મને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલ એઓએ ટ્વીટ કર્યું, “TGA દ્વારા કોવેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. આ રસી મુસાફરીના હેતુ માટે માન્ય રહેશે.” દરમિયાન, ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદ સોમવારે ફરીથી ખોલવામાં આવી હતી. લગભગ 20 મહિનાના કઠોર પ્રતિબંધોનો અંત આવ્યો.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code