1. Home
  2. revoi editor

revoi editor

ઇમરાન ખાનની તબિયત લથડતા 14 દિગ્ગજ ક્રિકેટરોએ પાક. સરકારને લખ્યો પત્ર

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી જતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. 73 વર્ષીય ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય તબીબી સુવિધા પૂરી પાડવા માટે વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: રાવી નદી ઉપર ડેમનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના પાણીને રોકવા માટે એક મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર નિર્માણાધીન શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટનું કામ હવે અંતિમ ચરણમાં છે. 31 માર્ચ, 2026 સુધીમાં આ ડેમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જેના પછી રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન […]

સાંજનો નાસ્તો હવે બનશે હેલ્ધી: ઘરે જ બનાવો ક્રિસ્પી બેસન પોપકોર્ન, જાણો રેસીપી

સાંજ પડતાની સાથે જ કંઈક હળવું અને ચટપટું ખાવાની ઈચ્છા જાગે ત્યારે અવારનવાર આપણું મન જંક ફૂડ તરફ વળે છે. પિઝા, બર્ગર કે પેકેટ ફૂડ સ્વાદમાં સારા લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવાર માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શોધતા હોવ, તો ‘બેસન પોપકોર્ન’ એક શ્રેષ્ઠ વિકલ્પ […]

ધારી તાલુકાના ગોવિંદપુરા ગામે મહિલાનો શિકાર કર્યા બાદ સિંહણ પાંજરે પૂરાઈ

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  ગીરના જંગલમાંથી સ્થળાંતર થઈને અમરેલી જિલ્લામાં વનરાજોનો વસવાટ વધી રહ્યો છે. આમ તો સિંહ ક્યારેક જ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. પણ તાજેતરમાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ […]

અમરેલીમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે ઊંડા કૂવામાં ખાબક્યા, એકનું મોત

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગમેત્યારે સિંહનો ભેટો થઈ જાય છે. જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાનો બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં પાંચ કલાકના રેસ્ક્યૂ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નિપજ્યું છે. આ બનાવની વિગત એવી […]

કચ્છમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 3નાં મોત, નલીયા હાઈવે પર ટ્રેલર અને બસ ટકરાયા

ભૂજ, 17 ફેબ્રુઆરી 2026:  કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જુદા જુદા ત્રણ અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં નલિયાથી કોઠારા જતા હાઈવે પર ભાનાડા એરફોર્સ નજીક બંધ પડેલા ટ્રેઇલરની પાછળ ખાનગી બસ ભટકાતા અકરી ગામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભીરંડીયારા ગામે બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત […]

ઉત્તર ગુજરાતમાં ઉનાળું વાવેતરનો પ્રારંભ, પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર

ગાંધીનગર, 17 ફેબ્રુઆરી 2026:  રવિ સીઝન હવે પુરી થવાની તૈયારીમાં છે. જે ખેડૂતોએ વહેલા વાવેતર કર્યું હતું. તેમણે રવિ પાક લઈને હવે ઉનાળુ વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જેમાં પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પખવાડિયામાં 1300 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હજુ સુધી ઉનાળુ વાવેતર સિઝનની શરૂઆત થઈ નથી. ઉનાળુ […]

પાલનપુર યાર્ડમાં રાજગરાની ધૂમ આવક,પ્રતિ 20 કિલોના 1700નો ભાવ મળ્યો

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  બનાસકાંઠાના પાલનપુર માર્કેટ યાર્ડમાં હાલ રાજગરાના પાકની ધૂમ આવક થઈ રહી છે. ખેડૂતોને રાજગરાના 20 કિલોના રૂ.1700 સુધીના ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં ખૂશી જોવા મળી રહી છે.  પાલનપુર માર્કેટયાર્ડ રાજગરાના વેપારનું મુખ્ય કેન્દ્ર બની ઉભરી આવ્યું છે.રાજ્યભરમાં થતી કુલ રાજગરાની આવકમાંથી અંદાજે 50 ટકા જેટલો હિસ્સો અહીંથી ખરીદી-વેચાણ થાય […]

પાલનપુરમાં નગરપાલિકાએ બાકી પ્રોપર્ટી ટેક્સધારકોની 9 દુકાનો કરી સીલ

પાલનપુર, 17 ફેબ્રુઆરી 2026:  શહેરની નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેની સામે સિલિંગ કરીને વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના સીટીલાઈટ રોડ પર આવેલી 9 દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ […]

વેસ્ટ મુક્ત અમદાવાદ માટે AMCની મોટી પહેલ, એક કોલ પર ઘરેથી જ ઉઠાવશે બાંધકામ કચરો

ધૂળ-પ્રદૂષણ ઘટશે, એર ક્વોલિટી સુધરશે: આધુનિક કલેક્શન સેન્ટર સાથે AMCની મહત્વપૂર્ણ કામગીરી અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: AMC’s big initiative for waste-free Ahmedabad અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાના હેતુ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) વેસ્ટના સંચાલન માટે સુવ્યવસ્થિત અને સુવિધાસભર વ્યવસ્થા અમલમાં મૂકી છે. શહેરમાં રહેણાંક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code