
બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે – નીતિન ગડકરી
- બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થઈ જશે
- આ વર્ષના અંત સુધીમાં થઈ જશે કાર્યરત
- કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપી જાણકારી
દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું હતું કે બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જશે અને તે બે મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર બે કલાકમાં કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ગડકરીએ કહ્યું કે એવા સમયે જ્યારે દેશભરમાં મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, ચેન્નાઈને ટૂંક સમયમાં એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ દ્વારા દિલ્હી સાથે જોડવામાં આવશે.
અશોક લેલેન્ડ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું, “મેં આજે ચેન્નાઈમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસ હાઈવે આ વર્ષના અંત અથવા જાન્યુઆરી 2024 સુધીમાં કાર્યરત થઈ જશે. તેથી, તમે આ વિસ્તારમાં લક્ઝરી બસો અને સ્લીપર કોચ શરૂ કરી શકો છો.ગડકરીએ કહ્યું કે દેશમાં ઇલેક્ટ્રિક બસોની ખૂબ જ જરૂર છે. તેમણે કહ્યું, “અમે સારા રસ્તા બનાવી રહ્યા છીએ. અમે હાઈવે પ્રોજેક્ટ દ્વારા દિલ્હીથી ચેન્નાઈને જોડી રહ્યા છીએ.