
નવી દિલ્હીઃ ભારતની ધરતી પર રહેતા કેટલાક કટ્ટરપંથી લોકોમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ અવાર-નવાર જોવા મળે છે. દરમિયાન ઉત્તર પ્રદેશના બરેલીના ભુટા પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘાઈ ગામમાં પાકિસ્તાન ઝિંદાબાદનું ગીત વાગતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવકે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વીડિયો વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
એસપી રૂરલ રાજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ઝિંદાબાદ ગીત વગાડતો એક વીડિયો વાયરલ થયો છે. આ મામલે એક વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે. વીડિયોના આધારે FIR નોંધવામાં આવી છે. આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં આરોપીના ભાઈ સદ્દામ હુસૈનએ કહ્યું હતું કે, તેનો ભાઈ યુટ્યુબ પર પાકિસ્તાન ઝિંદાબાદનું ગીત સાંભળતો હતો. આ ગીત તેણે પહેલીવાર સાંભળ્યું હતું. આ ગીત તેણે પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. આરોપીની માતાનું કહેવું છે કે તેના પુત્ર દ્વારા જે પણ ભૂલ થઈ છે, તેને માફ કરવામાં આવે. હવેથી ફરી ક્યારેય આવી ભૂલ નહીં થાય. જોકે, આરોપીની માતા અને ભાઈ બંનેની વાતમાં વિરોધાભાસ જોવા મળે છે. આરોપીનો ભાઈ કહી રહ્યો છે કે તેનો ભાઈ તેના મોબાઈલમાં પાકિસ્તાન ઝિંદાબાદનું ગીત સાંભળતો હતો, જ્યારે માતાનું કહેવું છે કે તેનો પુત્ર દુકાનમાંથી સામાન આપતો હતો અને સામાન લેવા આવેલી વ્યક્તિના મોબાઈલમાં આ ગીત વાગતું હતું. ભુટા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાજેશ કુમારનું કહેવું છે કે આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.