
તાલિબાનના સમર્થન પાછળ ચીનની મેલી મુરાદઃ અફઘાનિસ્તાનના ભૂગ્રભમાં રહેલા કુદરતી ખજાના ઉપર નજર
દિલ્હીઃ અમેરિકાએ જ્યારે વર્ષ 2001મા અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા આજની પરિસ્થિતિથી બીલકુલ અલગ હતી. ત્યારે ટેસ્લા જેવી કંપનીઓ ન હતી કે, આઈફોન, હવે આ આધુનિક અર્થવ્યવસ્થાનો મુહત્વ ભાગ છે. હવે હાઈટેક ચિપ અને વધારે ક્ષમતાવાળી બેટરીઓનો જમાનો છે. જેને બનાવવા માટે વિવિધ ખનીજની જરૂર છે અને અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિ એવી છે કે, તેની પાસે 10 ખરબ ડોલર એટલે કે રૂ. 741 ખરબથી વધુની ખનીજ સંપતિ છે. જો તેનો યોગ્ય ઉપયોગ થાય તો દુનિયાના સૌથી વધારે લીથિયમ રિઝર્વ પણ છે. છેલ્લા ચાર દાયકાથી યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરતા અફઘાનિસ્તાનને ખાસ ફાયદો નથી થયો પરંતુ હવે તેની ઉપર વિસ્તારવાદી ચીનની નજર મંડાયેલી છે. જેથી અફઘાનિસ્થાનની પરિસ્થિતિમાં તાલિબાનને ગળે લગાવી રહ્યું છે.
ચીનની સેનાના પૂર્વ સિનિયર કર્નલ ઝો બોએ એક અખબારને જણાવ્યું હતું કે, અમેરિકી સેનાની વાપસી બાદ ચીન છે જે કાબુલની વધારેમાં વધારે જરૂરિયાત પુરી કરી શકે છે. તાબિલાનને માન્યતા આપવાની સાથે અફઘાનમાં રોકાણની તક મળશે. જેના અવેજમાં ચીનને અફઘાનિસ્તાનમાં પાયાની સુવિધાઓ વિકસાવોનો લાભ મળી શકે છે અને અફઘાનની 10 ખરબ ડોલરની ખનિજ સંપતિ સુધી પહોંચી શકાય છે. જ્યાં અત્યાર સુધી કોઈ પહોંચી શક્યું નથી. મહત્વનું છે કે, સૈનાની વાપસીના નિર્ણય બાદ અમેરિકાએ તાલિબાન ઉપર કેટલાક પ્રતિબંધ ફરમાવી દેવાયાં છે. અફઘાનિસ્તાનને આર્થિક મદદ કરવાનું બંધ કરી દેવામાં આવી છે. આર્થિક પ્રતિબંધના કારણે તાલિબાન કંગાળની સ્થિતિ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં ચીન તેનું હમદર્દ બનીને સામે આવી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ ચીને સૌ પ્રથમ તેને સમર્થન આપ્યું હતું.