1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વની ટોપ 100ની યાદીમાં દેશની ડઝનથી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ   – ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી એ સબ્જેક્ટ રેકિંગ રજુ કર્યું
વિશ્વની ટોપ 100ની યાદીમાં દેશની ડઝનથી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ   – ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી એ સબ્જેક્ટ રેકિંગ રજુ કર્યું

વિશ્વની ટોપ 100ની યાદીમાં દેશની ડઝનથી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ   – ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી એ સબ્જેક્ટ રેકિંગ રજુ કર્યું

0
Social Share
  • વિશ્વની ટોચની 100 શિક્ષણ સંસ્થાઓમાં દેશની ડઝનથી પણ વધુ સંસ્થાઓનો સમાવેશ
  •  ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી 2021 વિષયની રેન્કિંગ

દિલ્હી – જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ ભારત દેશ પણ અનેક ક્ષેત્રમાં પોતાની મજબૂત તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે,ત્યારે ભારતની એક ડઝન શૈક્ષણિક સંસ્થાઓ વિશ્વની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં સમાવેશ પામી  છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટીએ ગુરુવારના રોજ લંડનમાં 2021 સબ્જેક્ટ રેન્કિંગ બહાર પાડ્યું. આ ભારતીય સંસ્થાઓમાં આઈઆઈટી મદ્રાસ પ્રથમ, આઈઆઈટી બોમ્બે બીજા, આઈઆઈટી ખડગપુર ત્રીજા અને દિલ્હી યુનિવર્સિટી ચોથા ક્રમમાં સમાવેશ પામી છે. જેમાં આઈઆઈટી દિલ્હી 10 માં ક્રમે છે.

ક્યૂએસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ બેન સ્વોટરના જણાવ્યા મુજબ ભારત સરકારે નવી એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરી છે. તેની અસર થોડા મહિનામાં જ જોવા મળી છે. હવે ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણની ગુણવત્તા અને અભ્યાસક્રમ અઁગે સમાધાન કરી રહી નથી, જેના કારણે આ વર્ષની રેન્કિંગમાં વિષયોની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી રહી છે.

વર્ષ 2020 માં, 235 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે આ સંખ્યા 233ની જોવા મળે છે. આ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સુધારો દર્શાવે છે.વર્ષ  2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણી દર 50 ટકા સુધી વધારવાનું સરકારનું લક્ષ્ય પૂર્ણ થશે.

સાહિન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code