1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – આયોવાના એક શહેરમાં ચર્ચની બહાર થયેલા ફાયરિંગમાં બેના મોત , હત્યારાનો પણ ખાતમો
અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – આયોવાના એક શહેરમાં ચર્ચની બહાર થયેલા ફાયરિંગમાં બેના મોત , હત્યારાનો પણ ખાતમો

અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના – આયોવાના એક શહેરમાં ચર્ચની બહાર થયેલા ફાયરિંગમાં બેના મોત , હત્યારાનો પણ ખાતમો

0
Social Share
  • અમેરિકામાં ગોળીબારની ઘટના વધી
  • આયોવા સ્ટેટમાં ચર્ચની બહાર ગોળી બાર
  • બે લોકોના થયા મોત
  • બાઈડન સરકાર ચિંતામાં

દિલ્હી- અમેરિકા કે જેને વિશ્વની મહસત્તા ગણવામાં આવે છએ,જો કે આ મહાસત્તા વાળઆ દેશમાં છએલ્લા ઘણા મહિનાઓથી આડેધડ ફઆયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વિતેલી રાત્રે ફરી અહીના સ્ટેટ આયોવાના એક શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી મળી રહી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાના આયોવા રાજ્યમાં આવેલા એમ્સ શહેરમાં ગઈકાલે રાત્રે એક ચર્ચની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. જો કે આ દરમિયાન હુમલાખોર પણ માર્યો ગયો હતો

આ ઘટના સ્ટો એમ્સની બહારના કોર્નરસ્ટોન ચર્ચની બહાર  બની હતી, આ થયેલા હુમલામાં હુમલાખોર સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા.ઉલ્લેખનીય છે કે આ ચર્ચ ડેસ મોઈન્સ પાસે બનેલ છે. જ્યાં ઘણીવાર ભીડ રહેતી હોય છે. ત્યારે ફાયરિંગ કરવા વાળાએ ભીડને જોઈને આ જગ્યાને નિશાન બનાવી હતી,

શેરિફ ઓફિસે આ બંદૂક ફાયર વિશે વિગતવાર માહિતી આપી નથી. જો કે, KCCI-TV સાથેની વાતચીતમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની ટીમને સાંજે 6:51 વાગ્યાની આસપાસ અનેક કોલ આવ્યા હતા. જે બાદ તાત્કાલિક વિશેષ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.અને ઘટચના સ્થળે ઘટનાને અંજામ આપનારા વ્યક્તિને પણ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

હાલ ફાયરિંગની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ છે, જ્યારે શેરિફ ઓફિસનું કહેવું છે કે હવે લોકોને કોઈ જોખમ નથી. ગન કલ્ચરને લઈને તાજેતરમાં બનેલી આ ઘટના પહેલા અમેરિકાના ઘણા શહેરોમાં ગન કલ્ચરને ખતમ કરવાની માંગ સાથે કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે હવે વધતી જતી ગન હત્યાની ઘટનાને લઈને બાઈડેન સરકાર શુ નિર્ણય લે છે તે જોવું રહ્યું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code